For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉત્તરાખંડમાં ચારધામની યાત્રાએ નિકળેલા ગુજરાતના 40 શ્રદ્ધાળુઓ ફસાયા, ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ-યમુનોત્રી હાઇવે બંધ

02:49 PM Sep 14, 2024 IST | Bhumika
ઉત્તરાખંડમાં ચારધામની યાત્રાએ નિકળેલા ગુજરાતના 40 શ્રદ્ધાળુઓ ફસાયા  ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ યમુનોત્રી હાઇવે બંધ
Advertisement

ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલના લીધે મુસીબત સર્જાય છે. ચમોલીમાં બદ્રીનાથ હાઇવેનો વૈકલ્પિક માર્ગ નંદપ્રયાગ સેકોટ કોઠિયાલસેન માર્ગ ભૂસ્ખલનના લીધે બંધ થઇ ગયો છે. જ્યારે યમુનોત્રી, બદ્રીનાથ હાઇવે પણ બંધ પડ્યો છે. ત્યારે ચારધામની યાત્રાએ નિકળેલા ગુજરાતના 40 શ્રદ્ધાળુઓ પણ યમુનોત્રી માર્ગ પર ફસાયા છે. આ માર્ગ પર ભૂસ્ખલનના કારણે મોટી શીલાઓ રસ્તા ઉપર પડતાં રસ્તો બંધ થઇ ગયો છે. આ 40 શ્રદ્ધાળુઓ બનાસકાંઠા પાલનપુરના હોવાનું મસે આવ્યું છે.

યમુનોત્રી હાઇવે પર પથ્થરો ધસી પડતાં ઠેર-ઠેર હાઇવે બંધ છે, જેના લીધે શ્રદ્ધાળુઓની સાથે-સાથે સ્થાનિક લોકો પણ હાઇવે ખુલવાની રાહ જોઈ રહ્યા છે. યમુનોત્રી હાઇવે રાડી નજીક બંધ થતાં યમુના ઘાટીના જિલ્લા મુખ્યાલય સાથે સંપર્ક તૂટી ગયો છે.

Advertisement

ભારે વરસાદના કારણે આજે બદ્રીનાથ નેશનલ હાઇવે પર અનેક જગ્યાએ ભૂસ્ખલન થયું છે, જેથી લામબગડ, નંદપ્રયાગ, સોનાલ અને બૈરાજ કુંજમાં રસ્તા બ્લોક થઈ ગયા છે. ભૂસ્ખલનના લીધે સાકોટ અને નંદપ્રયાગ વચ્ચે વૈકલ્પિક માર્ગ પણ બંધ થઇ ગયાં છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement