For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શ્રીલંકા સામેની વન-ડે શ્રેણીમાં બાંગ્લાદેશના 4 ખેલાડી ઘવાયા

01:54 PM Mar 19, 2024 IST | Bhumika
શ્રીલંકા સામેની વન ડે શ્રેણીમાં બાંગ્લાદેશના 4 ખેલાડી ઘવાયા

શ્રીલંકા સામેની 3 વનડે શ્રેણીમાં બાંગ્લાદેશના 4 ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા છે. ચારમાંથી બે ખેલાડીઓ માત્ર 3 ઓવરમાં જ ઈજાગ્રસ્ત થયા હતા. તેને એવી ઈજા થઈ હતી કે તેને સ્ટ્રેચર પર મેદાનની બહાર લઈ જવો પડ્યા હતા. આ બે ખરાબ રીતે ઘાયલ બાંગ્લાદેશી ખેલાડીઓના નામ મુસ્તાફિઝુર રહેમાન અને ઝેકર અલી છે. તેમાંથી વિકેટકીપર જેકર અલીની હાલત વધુ ગંભીર જણાતી હતી, જેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

Advertisement

શ્રીલંકા સામેની ત્રીજી ઓડીઆઇ દરમિયાન ડાબા હાથના ફાસ્ટ બોલરને ખેંચાણ આવી, જેનું દર્દ તેના માટે અસહ્ય બન્યું અને તેને સ્ટ્રેચર પર મેદાનની બહાર લઈ જવામાં આવ્યો. પરંતુ અનકેપ્ડ વિકેટકીપર બેટ્સમેન જેકર અલી મેદાન પર અથડામણમાં ઘાયલ થયો હતો. વાસ્તવમાં કેચ પકડવાનો પ્રયાસ કરતી વખતે તે તેના સાથી ખેલાડી અનામુલ હક સાથે અથડાઈ ગયો, જેના કારણે તેને ગંભીર ઈજા થઈ. અનામુલ હકને પણ ઈજા થઈ હતી પરંતુ તે મામૂલી હતી.

મુસ્તાફિઝુર રહેમાન 48મી ઓવરમાં ઈજાગ્રસ્ત થયો હતો. જ્યારે જેકર અલી 50મી ઓવરમાં ઈજાગ્રસ્ત થયો હતો. મતલબ કે આ બંને ખેલાડીઓ માત્ર 3 ઓવરમાં જ ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. જેકર અલીને મુસ્તાફિઝુરની જેમ સ્ટ્રેચર પર મેદાનની બહાર લઈ જવામાં આવ્યો એટલું જ નહીં, તેની ઈજાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તેને હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યો. બાંગ્લાદેશ માટે મેદાન પરનો સમય સારો રહ્યો ન હતો. કારણ કે મુસ્તફિઝુર અને જેકર અલી સિવાય બે અન્ય ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા હતા. આમાં સૌમ્યા સરકાર હતો, જેણે બોલને રોકવાનો પ્રયાસ કરતી વખતે મેદાન પર લગાવેલા જાહેરાત બોર્ડ પર તેની ગરદન વાગી હતી અને તે ઘાયલ થઈ ગયો હતો. જ્યાં સુધી મેચની વાત છે, શ્રીલંકાએ બાંગ્લાદેશ સામે પ્રથમ બેટિંગ કરી અને 50 ઓવરમાં 235 રન બનાવ્યા. બાંગ્લાદેશ તરફથી તસ્કીન અહેમદે 3 વિકેટ ઝડપી હતી, તે સૌથી સફળ બોલર હતો. બાંગ્લાદેશે 3 ઓડીઆઇ શ્રેણીની પ્રથમ મેચ જીતી હતી. જ્યારે શ્રીલંકાએ બીજી વનડે જીતી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement