For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાહુલ, થરૂર સહિત કોંગ્રેસના 39 ઉમેદવાર જાહેર

11:35 AM Mar 09, 2024 IST | Bhumika
રાહુલ  થરૂર સહિત કોંગ્રેસના 39 ઉમેદવાર જાહેર
  • 8 રાજ્યો પૈકી કેરલના સૌથી વધુ 15 ઉમેદવારોના નામ જાહેર: છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી બધેલ પણ મેદાનમાં

કોંગ્રેસે શુક્રવારે લોકસભા ચૂંટણીને લઈને પહેલી યાદી જાહેર કરી દીધી છે. કોંગ્રેસની પહેલી યાદીમાં 12 ઉમેદવારો 50 વર્ષથી ઓછી ઉંમર ધરાવે છે. આ સાથે અન્ય ઉમેદવારોની વાત કરવામાં આવે તો 24 ઉમેદવારો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, પછાત વર્ગ અને લઘુમતી સમુદાયના છે. કોંગ્રેસના નેતા અજય માકને કોંગ્રેસની પહેલી યાદી જાહેર કરતા કહ્યું કે, કોંગ્રેસના અનુભવી નેતાઓ અને યુવાનો અને જમીન સાથે જોડાયેલા નેતાઓનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

Advertisement

ઉલ્લેખનીય છે કે, અઈંઈઈ મુખ્યાલય ખાતે કેસી વેણુગોપાલ, અજય માકન અને પવન ખેરાએ 39 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. સૂચીમાં મોટા નેતાઓની વાત કરલામાં આવે તો કેરળના વાયનાડથી રાહુલ ગાંધી, કેરળના તિરૂૂવનંતપુરમથી શશિ થરૂૂર ચૂંટણી લડવાના છે. રાજનાંદગાંવથી છત્તીસગઢથી પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બધેલ, મહાસમુંદથી પૂર્વ મંત્રી તામ્રધ્વજ સાહુ અને છત્તીસગઢની કોરબા બેઠકની વાત કરવામાં આવે તો અહીંથી જ્યોત્સના મહંત ચૂંટણી લડવાનાં છે. આ સાથે ડીકે સુરેશ કર્ણાટકના બેંગલુરૂૂ ગ્રામીણથી 2024 ની લોકસભાની ચૂંટણી લડવાના છે.

અત્યારે આઠ રાજ્યોની લોકસભા બેઠકોને લઈને કોંગ્રેસે યાદી જાહેર કરી છે. જેમાં કેરળથી 15 ઉમેદવારો, છત્તીસગઢ અને કર્ણાટકથી 6-6 ઉમેદવાર, તેલંગાણાથી 4 ઉમેદવાર, મેઘાલય અને ત્રિપુરાથી 2 ઉમેદવર, આ સાથે નાગાલેંડથી એક એક નામ જાહેર કરવામાં આવ્યાં છે. કોંગ્રેસ પાર્ટી વિપક્ષી પાર્ટીઓના ભારતીય જૂથના ભાગ રૂૂપે 2024ની લોકસભા ચૂંટણી લડી રહી છે.
યાદીમાં 15 ઉમેદવારો જનરલ કેટેગરીના, 24 ઉમેદવારો જઈ, જઝ, ઘઇઈ અને લઘુમતી જૂથોના 12 ઉમેદવારોની ઉંમર 50 વર્ષથી ઓછી, 8 ઉમેદવારો 50-60 વર્ષની વય જૂથના, 12 લોકો 61-70 વર્ષની વય જૂથના, 7 ઉમેદવારો 71-76 વર્ષની વય જૂથના છે.નોંધપાત્ર છે કે દિલ્હીની બેઠકોને લઈને કોઈ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે બેઠકોને લઈને ગઠબંધન કરવામાં આવ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement