370 તો ઠીક ભાજપની હાલની બેઠકો પણ ઘટશે : ‘મૂડ’ના સરવેમાં નવો દાવો
- ભાજપની 18 બેઠક ઘટી ગઉઅને 335 મળશે, INDIA 166 સુધી પહોંચશે
તમામ રાજકીય પક્ષો દ્વારા લોકસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભાજપ અને એનડીએ ગઠબંધનનો જુસ્સો ખુબજ બુલંદ છે. અને તેમના દ્વારા આ લોકસભા ચૂંટણીમાં 400થી વધુ સીટો મેળવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. દરમિયાન, તાજેતરના સર્વેમાં જે બહાર આવ્યું છે, તેમાં ભાજપ માટે એક સારા અને એક ખરાબ સમાચાર છે. સારા સમાચાર એ છે કે તાજેતરમાં જાહેર થયેલા સર્વેમાં ગઉઅ ગઠબંધનને સંપૂર્ણ બહુમતી મળી છે.
મૂડ ઓફ ધ નેશન સર્વેમાં, લોકસભા ચૂંટણીને લઇને જે અનુમાનિત આંકડા સામે આવ્યા છે તે થોડા ચોંકાવનારા અવશ્ય છે.. આ સર્વેમાં એનડીએને 335 બેઠકો મળવાનું અનુમાન છે.. . જ્યારે ઈન્ડિયા એલાયન્સને આ સર્વેમાં 166 સીટો મળી રહી છે. અન્યને 42 બેઠકો મળવાની ધારણા છે.
સર્વેક્ષણના આંકડામાં એનડીએ માટે ખરાબ સમાચાર એ છે કે આ સમયે અંદાજિત બેઠકો 2019ની લોકસભા ચૂંટણી કરતાં 18 બેઠકો ઓછી છે. એટલે કે ભાજપને 18 બેઠકોનું નુકસાન થતું જણાય છે.
જ્યારે આ સર્વેમાં વિપક્ષી ગઠબંધનને 75 બેઠકોનો ફાયદો થતો જોવા મળી રહ્યો છે. અગાઉની ચૂંટણીઓની સરખામણીએ આ સર્વેમાં વિપક્ષને ખાસ્સી વધારે સીટો મળી રહી છે. જો કે આ આંકડો બહુમત કરતા ઘણો પાછળ છે.
ગત ચૂંટણીમાં ભાજપને 303 બેઠકો મળી હતી, જ્યારે સમગ્ર એનડીએ ગઠબંધનને 353 બેઠકો મળી હતી. આ સિવાય કોંગ્રેસે 52 સીટો જીતી હતી, જ્યારે વિપક્ષી ગઠબંધન યુપીએને 91 સીટો મળી હતી. આવી સ્થિતિમાં, આ સર્વે જૂના પરિણામોની તુલનામાં ભાજપ માટે નુકસાનના સમાચાર લઈને આવ્યો છે, જ્યારે વિપક્ષી ગઠબંધનને સીટોના મામલે મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે.