ડેબ્યૂ સાથે જ આકાશદીપની 3 વિકેટ, ભારતીય બોલરો સામે ઇંગ્લેન્ડ ઘૂંટણિયે
ભારત સામેની પાંચ ટેસ્ટની શ્રેણીની ચોથી ટેસ્ટના પ્રથમ પ્રથમ દિવસે લંચ બ્રેક સુધીમાં ઇંગ્લેન્ડે તેની પ્રથમ ઇનિંગમાં પાંચ વિકેટ ગુમાવીને 112 રન બનાવ્યા હતા. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી ઈંગ્લેન્ડની ટીમની શરૂઆત સારી રહી ન હતી. ટેસ્ટ ડેવ્યુ કરનારા આકાશે તેની બીજી ઓવરમાં જેક ક્રાઉલીને ક્લીન બોલ્ડ કર્યો હતો. જો કે, તે બોલનો બોલ નીકળ્યો. જોકે, આકાશે હાર ન માની અને પછી તેણે બેન ડકેટને વિકેટકીપર ધ્રુવ જુરેલના હાથે કેચ કરાવ્યો. ડકેટ 11 રન બનાવી શક્યો હતો.
આ પછી તેણે એ જ ઓવરમાં ઓલી પોપને કઇઠ આઉટ કર્યો હતો. પોપ ખાતું ખોલાવી શક્યા ન હતા. એક ઓવરમાં બે વિકેટ પડી જતાં ઇંગ્લિશ ટીમ રિકવર કરી શકી નહોતી. આકાશે પણ ક્રાઉલીને ક્લીન બોલ્ડ કર્યો. ક્રાઉલી 42 રન બનાવી શક્યો હતો. આકાશે ઇંગ્લેન્ડને આપેલા ઝાટકા પછી સ્પિનરોનો વારો હતો. અશ્વિને જોખમી બનતા જોની બેયરસ્ટોને પેવેલિયન અને રવિન્દ્ર જાડેજાએ બેન સ્ટોક્સને પેવેલિયન મોકલીને ઈંગ્લેન્ડની અડધી ટીમને પેવેલિયન મોકલી દીધી હતી. ઈંગ્લેન્ડની ટીમ શરૂૂઆતના બે કલાકમાં જ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. બેયરસ્ટો 38 રન અને સ્ટોક્સ ત્રણ રન બનાવી શક્યા હતા. સ્ટોક્સ આઉટ થતાં જ લંચની જાહેરાત કરવામાં આવી હતી. લંચ સમયે જો રૂૂટ 16 રને રમતમાં હતા. હાલમાં પાંચ ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-1થી આગળ છે. ભારત આ ટેસ્ટ જીતીને શ્રેણીમાં અજેય સરસાઈ મેળવવા માંગે છે. જ્યારે ઇંગ્લેન્ડ આ ટેસ્ટ જીતીને શ્રેણી 2-2થી સરખી કરવા આતુર છે. જો કે ભારતીય સ્પિનરો સામે ઇંગ્લેન્ડના બેટ્સમેન કેટલું ટકી શકે છે તે જોવાનું મહત્વનું રહે છે.
ઇંગ્લેન્ડ સામે 1000 રન અને 100 વિકેટ ઝડપનાર અશ્ર્વિન એશિયાનો પ્રથમ ખેલાડી
આવી સિધ્ધિ વિશ્ર્વમાં માત્ર સાત ખેલાડીઓએ મેળવી છે
ભારતના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો છે. આજે રાંચીમાં શરૂૂ થયેલી પાંચ મેચની ટેસ્ટ સિરીઝની ચોથી મેચના પહેલા દિવસે અશ્વિને તેની પ્રથમ સફળતા હાંસલ કરતાની સાથે જ તે એવા ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગયો હતો, જેણે એક દેશ સામે 100 વિકેટ અને 1000 રન બનાવ્યા છે. અશ્વિન કોઈ દેશ સામે આ સિદ્ધિ હાંસલ કરનાર એશિયાનો પ્રથમ ખેલાડી અને વિશ્વનો સાતમો ખેલાડી બની ગયો છે.રવિચંદ્રન અશ્વિને ઈંગ્લેન્ડ સામે 1085 રન બનાવ્યા છે અને હવે તેણે 100 વિકેટ પણ લીધી છે. તે ઈંગ્લેન્ડ સામે 100 વિકેટ લેનારો ભારતનો પ્રથમ ખેલાડી બની ગયો છે. અશ્વિન પહેલા બી ચંદ્રશેખરના નામે 95 વિકેટ હતી. અનિલ કુંબલેએ ઈંગ્લેન્ડ સામે 92 વિકેટ ઝડપી હતી. પરંતુ અશ્વિને આ દિગ્ગજોને પાછળ છોડી દીધા છે. ઈંગ્લેન્ડ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ અશ્વિને હવે ભારત માટે સૌથી વધુ વિકેટ ઝડપી છે.અશ્વિને જોની બેયરસ્ટોને એલબીડબલ્યુ આઉટ કરીને ટેસ્ટ ક્રિકેટમાં ઈંગ્લેન્ડ સામે 100મી વિકેટ લીધી હતી. તેણે આ ટીમ સામે 1000 રન પૂરા કરી લીધા છે. ઓસ્ટ્રેલિયાના નાથન લાયને ઈંગ્લેન્ડ સામે 100 કે તેથી વધુ વિકેટ લેવામાં સફળ રહ્યો છે, પરંતુ તેણે આ દેશ સામે 1000થી વધુ રન બનાવ્યા નથી. શેન વોર્ને પણ ઈંગ્લેન્ડ સામે 100થી વધુ વિકેટ લીધી છે. અશ્વિન એશિયાનો પહેલો બોલર પણ બન્યો છે જેણે એકથી વધુ ટીમો સામે ટેસ્ટમાં 100 કે તેથી વધુ વિકેટ લીધી હોય. અશ્વિને ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સામે આ કારનામું કર્યું છે. મુથૈયા મુરલીધરન, શેન વોર્નર અને જેમ્સ એન્ડરસને ત્રણ-ત્રણ દેશો સામે ટેસ્ટમાં 100થી વધુ વિકેટ લીધી છે. જ્યારે, લાન્સ ગિબ્સ, કર્ટની વોલ્શ, કર્ટલી એમ્બ્રોસ, ગ્લેન મેકગ્રા, નાથન લાયન અને આર અશ્વિને 2-2 દેશો સામે 100-100 વિકેટ લીધી છે.