For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બિહારમાં 3 નદીઓ ઉછળી; કાનપુરમાં ગંગા ખતરાના નિશાનથી ઉપર; હિમાચલમાં 213 રસ્તાઓ બંધ

10:25 AM Aug 14, 2024 IST | admin
બિહારમાં 3 નદીઓ ઉછળી  કાનપુરમાં ગંગા ખતરાના નિશાનથી ઉપર  હિમાચલમાં 213 રસ્તાઓ બંધ

બિહારમાં ભારે વરસાદને કારણે ગંગા, ગંડક અને કોસી નદીઓ ઉભરાઈ રહી છે. નદી કિનારે આવેલા અનેક વિસ્તારોમાં પૂરનો ભય છે. બાંકામાં મંગળવારે રાત્રે વીજળી પડવાથી ત્રણ લોકોના મોત થયા હતા.ઉત્તર પ્રદેશમાં પણ ભારે વરસાદને કારણે 15 જિલ્લામાં પૂર જેવી સ્થિતિ છે. વારાણસીના 50 ઘાટ ગંગામાં ડૂબી ગયા છે. NDRF અહીં તૈનાત છે. કાનપુરમાં ગંગા ખતરાના નિશાનને વટાવી ગઈ છે.હિમાચલ પ્રદેશમાં વરસાદ અને ભૂસ્ખલનના કારણે 213 રસ્તાઓ બંધ છે. હવામાન વિભાગે બુધવારે દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. ઘણા રાજ્યોમાં વીજળી પડવાની ચેતવણી પણ છે.

Advertisement

રાજસ્થાનમાં 3 દિવસમાં 28 લોકોના મોત

રાજસ્થાનના કરૌલીમાં પૂર જેવી સ્થિતિ છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે 3 દિવસમાં 28 લોકોના મોત થયા છે.દૌસા જિલ્લાની સરકારી અને ખાનગી શાળાઓમાં 14 ઓગસ્ટ (બુધવાર)ના રોજ રજા જાહેર કરવામાં આવી છે.

Advertisement

હિમાચલમાં વરસાદને કારણે 1004 કરોડનું નુકસાન

હિમાચલમાં આ ચોમાસામાં ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘણી ઘટનાઓ બની છે.રાજ્યમાં વરસાદને કારણે 27 જુલાઈથી 12 ઓગસ્ટ સુધીમાં 1004 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.રાજ્યના ઈમરજન્સી વિભાગે જણાવ્યું કે વરસાદ સંબંધિત ઘટનાઓમાં 110 લોકોએ જીવ ગુમાવ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement