29 ફેબ્રુ. પછી પણ ચાલતા રહેશે PAYTM QR કોડ
ભારતીય રિઝર્વ બેંક તરફથી કડક કાર્યવાહીનો સામનો કરી રહેલી PAYTM પેમેન્ટ્સ બેંકની મુશ્કેલીઓ સતત વધી રહી છે. છઇઈંએ 29મી ફેબ્રુઆરીથી પેમેન્ટ્સ બેંક પર ડિપોઝિટ લેવા પર પ્રતિબંધ મૂક્યો છે. જેના કારણે PAYTMનો ઉપયોગ કરતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ડરના કારણે લોકો ધીરે ધીરે અન્ય વિકલ્પો શોધી રહ્યા છે. આવી સ્થિતિમાં PAYTM એ કાલે કહ્યું કે ગભરાવાની જરૂૂર નથી.PAYTMના QRકોડ્સ 29 ફેબ્રુઆરી પછી પણ કામ કરવાનું ચાલુ રાખશે. PAYTM વેપારીઓને અન્ય કોઈ વિકલ્પ શોધવાની જરૂૂર નથી.
ડિજિટલ પેમેન્ટ્સમાં નિષ્ણાત ફિનટેક કંપની તેના સૌથી ખરાબ તબક્કાનો સામનો કરી રહી છે. કંપનીએ કહ્યું કે PAYTMના QRસિવાય, સાઉન્ડબોક્સ અને કાર્ડ મશીનો પણ કોઈપણ વિક્ષેપ વિના કામ કરવાનું ચાલુ રાખશે. છઇઈંએ 31 જાન્યુઆરીએ પેમેન્ટ્સ બેંક વિરુદ્ધ કડક ચુકાદો આપ્યો હતો. આ કારણે માર્કેટમાં લોકો PAYTM મશીન અને QRકોડ પર પણ શંકા કરી રહ્યા છે. કંપનીને દરરોજ નવા આંચકા મળતા રહે છે. તાજેતરમાં, પેમેન્ટ્સ બેંકના સ્વતંત્ર ડિરેક્ટર મંજુ અગ્રવાલે બોર્ડમાંથી રાજીનામું આપ્યું હતું.
અફવાઓને રોકવા માટે, PAYTM એ મંગળવારે કહ્યું કે જો વેપારીનું ખાતું પેમેન્ટ્સ બેંકમાં છે તો તેને કોઈ અન્ય બેંક સાથે લિંક કરવામાં આવશે. બેંક પસંદ કરતી વખતે, તે તેની પસંદગી પણ સૂચવી શકે છે. આ સાથે QRકોડ દ્વારા તેમના પૈસા કોઈપણ સમસ્યા વિના આવતા રહેશે. સોમવારે જ એક્સિસ બેંકે પેટીએમ સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. બેંકના એમડી અને સીઈઓ અમિતાભ ચૌધરીએ કહ્યું હતું કે જો આરબીઆઈ મંજૂરી આપે તો એક્સિસ બેંક પેટીએમ સાથે કામ કરવા તૈયાર છે. અગાઉ ઇંઉઋઈ બેંકે પણ આવી જ ઈચ્છા વ્યક્ત કરી હતી.