દિલ્હી-યુપીમાં આંધી-વરસાદથી 28નાં મોત, ભારે તબાહી
નોઈડા-NCR-ગોરખપુર-ગાઝિયાબાદ-મેરઠ સહિતના જિલ્લાઓમાં વાવાઝોડાથી વૃક્ષો ઉખડ્યા, અનેક જિલ્લામાં વીજપૂરવઠો ખોરવાયો : વીજળીએ કહેર વર્તાવ્યો
ગઈકાલે સાંજથી મોડી રાત સુધીમાં ઉત્તર ભારતના દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પ્રીમોન્સુન એક્ટિવીટી સ્વરૂપે ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક લોકોના મોત થયા છે. સાથે જ યુપી અને દિલ્હીના અનેક જિલ્લાઓમાં વાવાઝોડાથી ભારે નુક્શાન થયું છે. સાથે જ વિજળી પડતા પણ ખાનાખરાબી થઈ છે. તોફાન અને વરસાદથી 19 લોકોના મોત: બુધવાર સાંજથી મોડી રાત સુધી રાજ્યના ઘણા ભાગોમાં તોફાન અને વરસાદની અસર જોવા મળી હતી. હવામાનમાં થયેલા આ ફેરફારને કારણે સમગ્ર રાજ્યમાં 19 લોકોએ જીવ ગુમાવ્યા હતાં. જેમાં ગોરખપુરમાં 3, રામકોલામાં 1, નિઘાસનમાં 4, ગાઝિયાબાદમાં 3, મેરઠમાં 2, અલીગઢમાં 1, સોનભદ્રમાં 2, રાજાપુરમાં 1 અને બિજનોરમાં 1 વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. તેમજ દિલ્હીમાં ઝાડ નીચે દબાઈ જતાં ત્રણ દિવાલ ધરાશાયી થતાં ત્રણ અને વિજળી પડવાથી ગટરમાં પડી જતાં એક મહિલાનું અને રેલીંગ માથે પડવાથી એક વૃદ્ધાનું મોત નિપજ્યું છે.
બુધવારે બપોરે દિલ્હી-એનસીઆર ગરમી અને ભેજનું ખૂબ પ્રમાણ હતું. સાંજે હવામાન ગરમ થતાં થોડી રાહત થઈ. જોકે આ રાહત મુશ્કેલી પણ લાવી. દિલ્હી-એનસીઆરમાં 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો. વાવાઝોડામાં બે લોકોના મોત થયા. વાવાઝોડા પછી ભારે વરસાદ સાથે કરા પણ પડ્યા.
રસ્તાઓ તળાવ બની ગયા. તોફાન અને વરસાદને કારણે દિલ્હી-એનસીઆરમાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો મેટ્રો સેવાને પણ અસર થઈ હતી.
અનેક વિસ્તારોમાં વૃક્ષો પડી ગયા. નિઝામુદ્દીનમાં તોફાન દરમિયાન પડી ગયેલા થાંભલા સાથે અથડાવાથી એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. ગોકુલપુરીમાં એક બાઇક સવાર પર ઝાડ પડ્યું. આ જ તેમના મૃત્યુનું કારણ હતું.
આ સાથે ઉત્તર પૂર્વ દિલ્હીના વેલકમ વિસ્તારમાં જોરદાર વાવાઝોડાને કારણે એક શાળાની દિવાલ ધરાશાયી થઈ ગઈ. દિવાલ નીચે પાર્ક કરેલી ઘણી ગાડીઓને નુકસાન થયું. તે જ સમયે એક ઝાડ પણ રસ્તા પર પડી ગયું. વહીવટીતંત્ર રાહત અને બચાવ કાર્યમાં વ્યસ્ત છે. પૂર્વ દિલ્હીના યમુના વિહાર, ભજનપુરા અને ગોકલપુરી જેવા વિસ્તારોમાં ધૂળનું જોરદાર તોફાન આવ્યું. અચાનક ધૂળના તોફાનને કારણે દૃશ્યતા ઘટી ગઈ. નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં પણ જોરદાર વાવાઝોડાએ ત્રાટક્યું. ઘણી જગ્યાએથી વૃક્ષો પડી જવાના અહેવાલો છે. જેના કારણે ટ્રાફિક પ્રભાવિત થયો અને વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો.
બુધવારે સવારે ગોરખપુર વિભાગમાં તોફાન અને વરસાદ દરમિયાન ત્રણ લોકોના મોત થયા હતા. ગોરખપુરના એઈમ્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વીજળી પડવાથી એક યુવાનનું મોત થયું હતું જ્યારે તેની માતા ગંભીર રીતે દાઝી ગઈ હતી. તે જ સમયે, કુશીનગરમાં, બગીચામાં ઝાડ પડવાથી એક કિશોરનું મૃત્યુ થયું અને ઝૂંપડી નીચે દબાઈને એક મહિલાનું મૃત્યુ થયું. નિઘાસન વિસ્તારમાં વાવાઝોડાને કારણે દિવાલ અને ટીન શેડ ધરાશાયી થતાં પિતા અને પુત્રી સહિત ત્રણ લોકોના મોત થયા હતા.
આ ઉપરાંત હવામાનમાં પલટાને કારણે મેરઠમાં બે અને અલીગઢમાં એક વ્યક્તિનું મોત થયું છે. સોનભદ્રમાં વીજળી પડવાથી એક છોકરી સહિત બે લોકોના મોત થયા. ઝાંસીના રાજાપુર ગામમાં હીટ સ્ટ્રોકથી એક વ્યક્તિનું મોત થયું છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લામાં વાવાઝોડાને કારણે ઝાડ પડવાથી એક પોલીસકર્મીએ જીવ ગુમાવ્યો.
રાજસ્થાનમાં ભીષણ ગરમીનો કોપ, ઝુનઝુનમાં 47.2 ડિગ્રી રેકોર્ડ તાપમાન
રાજસ્થાન ભીષણ ગરમીની ઝપેટમાં છે. ઝુનઝુનુ જિલ્લો રાજ્યનો સૌથી ગરમ સ્થળ હતો. મળતી માહિતી મુજબ, ઝુનઝુનુ જિલ્લામાં આ વર્ષે ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. પિલાની હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, નૌતપા શરૂૂ થાય તે પહેલાં જ, બુધવારે જિલ્લાનું તાપમાન 47.2 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. ઝુનઝુનુ સતત ત્રીજા દિવસે રાજ્યનો સૌથી ગરમ જિલ્લો રહ્યો. આ ખતરનાક ગરમીથી લોકોના જીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયા છે. બપોર દરમિયાન શેરીઓમાં શાંતિ હતી અને લોકોને પોતાના ઘરોમાં કેદ રહેવાની ફરજ પડી હતી. ઝુનઝુનુ જિલ્લામાં ગરમી અને ગરમીના મોજાની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, જિલ્લા કલેક્ટર રામાવતાર મીણાએ અધિકારીઓને તાત્કાલિક અસરથી તમામ જરૂૂરી પગલાં લેવા સૂચના આપી છે. તેમણે જિલ્લા મુખ્યાલય અને અન્ય મહત્વપૂર્ણ સ્થળોએ કંટ્રોલ રૂૂમ સ્થાપવા જણાવ્યું છે, જેથી કોઈપણ કટોકટીનો ઝડપથી સામનો કરી શકાય.