દેશભરમાં વકફ પ્રોપર્ટીના 2600 ભાડુઆતો: સંસદીય સમિતિનો રિપોર્ટ
વક્ફ સુધારા વિધેયક પરની સંયુક્ત સંસદીય સમિતિએ વર્ષોથી વકફ મિલકતોમાં રહેતા ભાડૂતોના અધિકારો અંગેના રિપોર્ટમાં ભારે ચિંતા વ્યક્ત કરી છે. રિપોર્ટના પેજ 407 અને 408માં જણાવવામાં આવ્યું છે કે દિલ્હી વક્ફ ટેનન્ટ વેલ્ફેર એસોસિએશને સંસદીય સમિતિ સમક્ષ તેમની ગંભીર સમસ્યાઓ રજૂ કરી હતી અને તેઓએ કહ્યું હતું કે તેઓ છેલ્લા 75 વર્ષથી વક્ફ બોર્ડની દુકાનોમાં રહીને રોજીરોટી કમાઈ રહ્યા છે, પરંતુ હવે વકફ તેમની સાથે અતિક્રમણખોરો જેવો વ્યવહાર કરી રહ્યું છે, જે સંપૂર્ણપણે ખોટું છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે દેશભરમાં વકફ પ્રોપર્ટી પર 10 થી 15 લાખ ભાડુઆત છે અને એકલા દિલ્હીમાં જ વકફ પ્રોપર્ટી પર 2600 ભાડુઆત છે. રિપોર્ટમાં દિલ્હીના ભાડૂતોને ટાંકીને કહેવામાં આવ્યું છે.
કે આ ભાડૂતો ત્રણ પેઢીઓથી વકફ પ્રોપર્ટીમાં રહે છે અને ઘણી વખત તેમની દુકાનોનું સમારકામ કર્યું છે, પરંતુ બદલામાં તેમને ક્યારેય કોઈ વળતર મળ્યું નથી. આ ઉપરાંત વકફ બોર્ડે સમયાંતરે તેમની પાસેથી મોટી રકમ ડોનેશન તરીકે લીધી છે અને ભાડામાં પણ વધારો કર્યો છે, પરંતુ હવે એ જ ભાડૂતો તેમની મિલકતોની હરાજીનો સામનો કરી રહ્યા છે.
સંસદીય સમિતિના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હીમાં વકફના ભાડૂતોએ ચિંતા વ્યક્ત કરી હતી કે જ્યારે કોઈ ભાડૂત મૃત્યુ પામે છે ત્યારે તેના વારસદારોને અધિકારો આપવામાં આવતા નથી અને વકફ બોર્ડ તેમની પાસેથી ફી વસૂલવાનો પ્રયાસ કરે છે, જે સંપૂર્ણપણે અયોગ્ય છે.