ફૂડ વિભાગે લીધેલા ખાદ્ય પદાર્થના 26 નમૂના ફેલ
એક વર્ષમાં 35,965 કિલો વાસી ખોરાકનો નાશ કરાયો, 22 કેસમાં 19,25,000નો થયો દંડ
મનપાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્યપદાર્થના ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ હાથ ધરી ફૂડ લાયસન્સ તથા હાઈજેનીક ક્ધડીશન અને અખાદ્ય પદાર્થ અંગેની કાર્યવાહી હાથ ધરાઈ છે. તા. 1-4-23થી તા. 31-3-24 સુધીમાં ચેકીંગ કામગીરી હાથ ધરી 332 નમુના લેવામાં આવેલ જેમાંથી 26 નમુના ફેઈલ થતાં 22 કેસ કરી કસુરવારોને રૂપિયા 19,25,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે 35,965 કિલો અખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો છે.
ફૂડ વિભાગ દ્વારા એક વર્ષ દરમિયાન અલગ અલગ કેટેગરીમાં આવતા ખાદ્યપદાર્થના ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચેકીંગ દરમિયાન લેવામાં આવેલ અલગ અલગ ખાદ્યપદાર્થના 332 નમુના લઈ લેબમાં મોકલવામાં આવેલ જેમાં 26 નમુના ફેઈલ થયા હતાં.
આથી ફૂડ સેફ્ટીસ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ એજ્યુબીકેશન અને પ્રોસિશિકેશન અંતર્ગત 22 વેપારીઓ સામે કેસ દાખલ કરવામાં આવેલ જે સાબિત થતાં તેઓને રૂા. 19,25,000નો દંડ કરવામાં આવ્યો હતો. ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ સ્થળોએ ચેકિંગ દરમિયાન અનહાઈજેનિક ક્ધડીશન અને વાસી જણાયેલ 35,965 કિલો અખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ લાયસન્સ તથા હાઈજેનિક ક્ધડીશન બાબતે 1309 વેપારીઓને નોટીસ આપવામાં આવી હતી.
ખાદ્ય પદાર્થના ધંધાર્થીઓ કે જેમને ફૂડ લાયસન્સ અંગે નોટીસ અપાયેલ તે પૈકી 2215 નાના ધંધાર્થીઓનેું ફૂડ વિભાગમાં રજીસ્ટ્રેશન કરવામાં આવેલ અને 1164 ધંધાર્થીઓને ફૂડ લાયસન્સ ઈસ્યુ કરવામાં આવ્યું હતું. તેવી જ રીતે ફરિયાદ નિવારણ અંતર્ગત 287 ફરિયાદોનું સ્થળ ઉપર નિવારણ કરાયું હતું. એક વર્ષ દરમિયાન ફૂડ વિભાગની એફએસ ડબલ્યુ વાન દ્વારા 3728 ખાદ્યપદાર્થનું સ્થળ ઉપર પરિક્ષણ કરી 86 ફૂડ બિઝનેશ ઓપરેટરને કાયદાની જાણકારી અંગેની ટ્રેનીંગ આપવામાં આવી હતી. તેમજ 134 અવરનેશ ડ્રાઈવની કામગીરી હાથ ધરાઈ હતી.
ફૂડ વિભાગ દ્વારા તા. 1-4-23થી 31-3-24 સુધી જુદી જુદી કેટેગરીના ખાણી-પીણીના ધંધાર્ર્થીઓને ત્યાં ચેકીંગ હાથ ધરી દંડનીય કામગીરી તેમજ સેમ્પલ ફેઈલ અને નમુનાની કામગીરી તથાખાદ્ય પદાર્થનો નાશ કરેલ અને ફૂડ લાયસન્સ ફાળવવા સહિતની કાર્યવાહીનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં આજે પણ શહેરમાં ભેળસેળિયા તત્વો બેફામ બન્યા હોવાનું સાબિત થયું છે.