25 કિન્નરોએ ફિનાઇલ પીધું: સામૂહિક આપઘાતનો પ્રયાસ
ઇન્દોરના બનાવ પાછળ બે ટ્રાન્સજેન્ડર જૂથો વચ્ચેનો વિવાદ કારણભૂત
ઇન્દોરના પંઢરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના નંદલાલપુરા વિસ્તારમાં ત્યારે હોબાળો મચી ગયો જ્યારે આશરે 25 ટ્રાન્સજેન્ડર લોકોએ બંધ રૂૂમમાં ફિનાઇલ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. તેમણે આ ઘટનાનો વીડિયો પણ રેકોર્ડ કર્યો અને રિલીઝ કર્યો. ઘટનાની માહિતી મળતાં, પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા, દરવાજો ખોલ્યો અને તમામ ટ્રાન્સજેન્ડર લોકોને તાત્કાલિક સારવાર માટે ખઢ હોસ્પિટલમાં લઈ ગયા હતા.
હકીકતમાં જોઈએ તો, ટ્રાન્સજેન્ડર લોકો વચ્ચેના વિવાદ બાદ, એક જૂથે સામૂહિક રીતે ફિનાઇલ પીવાનું પગલું ભર્યું. નંદલાલપુરામાં બે ટ્રાન્સજેન્ડર જૂથો વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. એક જૂથનું નેતૃત્વ સપના ગુરુ કરે છે, અને બીજા જૂથનું નેતૃત્વ સીમા અને પાયલ ગુરુ કરે છે. બંને જૂથો વચ્ચે વારંવાર વિવાદો થાય છે. મંગળવારે, કિન્નર અખાડાના મહામંડલેશ્વર લક્ષ્મી ત્રિપાઠીએ પણ ઇન્દોરની મુલાકાત લીધી અને વિવાદ અંગે અધિકારીઓ સાથે મુલાકાત કરી. આ વિવાદની તપાસ માટે એક SIT ની રચના કરવામાં આવી છે, જે ઘણા દિવસોથી ચાલી રહી છે, પરંતુ તપાસ પૂર્ણ થઈ નથી.
બુધવારે રાત્રે, ટ્રાન્સજેન્ડર લોકોના એક જૂથે તેમના કેમ્પમાંથી નીચે ઉતરીને હોબાળો મચાવ્યો. ત્યારબાદ તેઓએ સાથે મળીને ફિનાઇલ પીધું. ફિનાઇલ પીધા પછી, એક જૂથના ટ્રાન્સજેન્ડર લોકોએ નંદલાલપુરા ચાર રસ્તા પર પણ નાકાબંધી કરી દીધી. વિરોધ પ્રદર્શન દરમિયાન રસ્તા પર વાહનોની લાઇન લાગી ગઈ. ટ્રાન્સજેન્ડર લોકો લાંબા સમય સુધી હોબાળો કરતા રહ્યા. આ પછી, પોલીસે તેમને સમજાવીને નાકાબંધી હટાવી લીધી હતી.
હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું કે બધા દર્દીઓ હવે ખતરામાંથી બહાર છે અને તેમની સારવાર ચાલી રહી છે. સમયસર તબીબી સહાય મળવાથી મોટી દુર્ઘટના ટળી ગઈ.
મંદિર નજીકથી ટ્રાન્સજેન્ડર પૂજારી, કડિયાના મૃતદેહ વૃક્ષ પર લટકતા મળ્યા
ઓડિશાના જયપુર શહેરથી એક આઘાતજનક બાબત સામે આવી છે. જયપુર શહેરમાં એક મંદિર પાસે બુધવારે એક ટ્રાન્સજેન્ડર પૂજારી અને કડીયા કામ કરતી વ્યક્તિના મૃતદેહ મળ્યા છે. બંનેના મૃતદેહ વૃક્ષ પરથી લટકતા મળ્યા છે. આ મામલો જયપુર શહેર થાણા વિસ્તારના ગોપબંધુ નગરમાં કનક દુર્ગા મંદિર પાસેનો છે. પોલીસનું કહેવું છે કે જે બે વ્યક્તિઓના મૃતદેહ મળ્યા છે, તેમના વચ્ચે સંભવત: પ્રેમ સંબંધ હોઈ શકે છે. મૃતકોની ઓળખ પણ થઈ ગઈ છે. ટ્રાન્સજેન્ડરની ઓળખ રાજુ મચ્છ તરીકે થઈ છે, તેઓ મંદિરમાં પૂજારી હતા. જ્યારે કડીયાની ઓળખ સમારા તરીકે થઈ છે.