ભારતમાં ગર્ભાવસ્થામાં વર્ષે 24000 માતાનાં મોત
વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ ભારતને આ મામલે કોંગો-ઇથોપિયાની શ્રેણીમાં મુકયું
કેન્દ્રની મોદી સરકારના બેટી બચાવો બેટી પઢાઓના નારાથી વિપરીત ભારતમાં 2020માં ગર્ભાવસ્થા દરમિયાન 24000 સગર્ભા માતાના મૃત્ચુ થયા હતા. જે વૈશ્વિક માતા મૃત્યુ દરના 8.3 ટકા હતા તેમ વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના અહેવાલમાં જણાવાયું છે. સૌથી ખરાબ વાત એ છે કે ભારતને આ અહેવાલમાં ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને ઇથોપિયા જેવા આફ્રિકન દેશો સાથે બ્રેકેટમાં મૂકવામાં આવ્યું છે.
WHOના અહેવાલ મુજબ, વર્ષ 2000માં 15 થી 49 વર્ષની વય જૂથમાં 1,000 સ્રીઓ દીઠ સામાન્ય પ્રજનન દર (DRC) 110 હતો, જે 2005 માં ઘટીને 100 થયો હતો. 2010માં વધુ ઘટીને 80 થયો અને 2015માં વધુ ઘટીને 70 થયો અને પછી 2020માં ઘટીને 60 થયો હતો.
WHOના અહેવાલ મુજબ, 2020માં સૌથી વધુ માતા મૃત્યુ દર ધરાવતા ત્રણ અન્ય દેશોમાં પણ 10,000 થી વધુ માતા મૃત્યુ નોંધાયા હતા. ભારતમાં 24,000 (8.3%), ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (ઉછઈ) માં 22,000 (7.5%) અને ઇથોપિયામાં 10,000 (3.6%) માતા મૃત્યુ થયા હતા. નાઇજીરીયામાં માતા મૃત્યુની સૌથી વધુ અંદાજિત સંખ્યા હતી, જે 2020 માં અંદાજિત વૈશ્વિક માતૃત્વ મૃત્યુના એક ચતુર્થાંશ (28.5%) થી વધુ હતી.
મહારાષ્ટ્રનું 2025નું આર્થિક સર્વેક્ષણ 7 માર્ચે રાજ્ય વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. તેમાં પ્રકાશિત થયેલી વિગત પ્રમાણે, 2011 ની વસ્તી ગણતરીના અંદાજો મુજબ 1000 પુરુષો દીઠ સ્રીઓનો તુલનાત્મક લિંગ ગુણોત્તર, જે 1961માં 936 હતો, 2023-24 સુધીમાં નજીવો ઘટાડો થયો છે અને 929 થયો છે.
જોકે, આર્થિક સર્વેક્ષણમાં નોંધવામાં આવ્યું છે કે મહિલાઓમાં આયુષ્ય જે 2011-15માં 73.9% હતું, તે 2016-2020માં વધીને 74.9% થયું હતું, તે 2021-2025માં નજીવું વધીને 75.9% થયું છે. જે 2026-2030માં વધીને 76.7% અને 2031-35 સુધીમાં વધીને 77.5% થવાની ધારણા છે.
દિલ્હી-NCRમાં 54% લોકોને ફલૂ-કોવિડ જેવા લક્ષણો: સરવે
દિલ્હી-એનસીઆરમાં ફેબ્રુઆરી 2025 થી વાયરલ ચેપ ઝડપથી વધી રહ્યો છે. હોસ્પિટલોમાં તાવ, ઉધરસ, શરીરના દુખાવા અને લાંબા સમય સુધી થાકથી પીડિત દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. લોકલસર્કલ્સના એક સર્વે અનુસાર, એનસીઆરમાં 54% ઘરોમાં એક અથવા વધુ લોકો ફ્લૂ અથવા કોવિડ જેવા લક્ષણોનો અનુભવ કરી રહ્યાં છે. ઘણા દર્દીઓ 5-7 દિવસને બદલે 10 દિવસ સુધી લક્ષણો અનુભવી રહ્યા છે. સામાન્ય રીતે, હવામાન બદલાતા ફ્લૂના કેસોમાં વધારો થાય છે, પરંતુ આ વર્ષે ચેપની તીવ્રતા અને ફેલાવાને કારણે ગંભીર ચિંતાઓ ઊભી થઈ છે. ઝઘઈં રિપોર્ટ (રેફ.) અનુસાર, આ સર્વે દિલ્હી, ગુરુગ્રામ, નોઈડા, ફરીદાબાદ અને ગાઝિયાબાદમાં 13,000 થી વધુ લોકો પર કરવામાં આવ્યો હતો. તેમાંથી 63% પુરુષો અને 37% સ્ત્રીઓ હતી. નિષ્ણાતો તપાસ કરી રહ્યા છે કે શું નવો વાયરલ સ્ટ્રેન આ ચેપનું કારણ છે અથવા ખરાબ હવાની ગુણવત્તા અને હવામાનમાં ફેરફાર કારણ છે. વૃદ્ધો, બાળકો અને પહેલેથી જ બીમાર લોકો આ ચેપનું સૌથી વધુ જોખમ ધરાવે છે. સર્વે મુજબ, 9% ઘરોમાં ચાર કે તેથી વધુ લોકો બીમાર છે, જ્યારે 45% ઘરોમાં બે થી ત્રણ સભ્યો ફ્લૂના લક્ષણોથી પીડિત છે. 36% પરિવારોએ અહેવાલ આપ્યો કે કોઈ બીમાર નથી અને 10% લોકોએ સ્પષ્ટ જવાબ આપ્યો નથી. ઓગસ્ટ 2024 માં, ફક્ત 38% ઘરોમાં ચેપના કેસ હતા, જ્યારે ફેબ્રુઆરી 2025 માં મોટો ઉછાળો આવ્યો હતો.