છત્તીસગઢમાં 13 મહિલા સહિત 21 નકસલવાદીઓનું સામૂહિક આત્મસમર્પણ
છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં રવિવારે 21 નક્સલવાદીઓએ હિંસાનો માર્ગ છોડીને મુખ્ય પ્રવાહમાં પાછા ફરવા માટે આત્મ સમર્પણ કર્યું છે. આત્મ સમર્પણ કરનારા નક્સલીઓમાં 13 મહિલા કેડર અને 8 પુરુષ કેડરનો સમાવેશ થાય છે.
આ 21 સભ્યોમાંથી 4 DVCM સ્તરના, 9 ACM સ્તરના અને બાકીના પક્ષના સભ્યો છે. તેમણે 18 શસ્ત્રો પણ સમર્પણ કર્યા જેમાં 3 AK-47, 2 INSAS, 4 SLR અને અન્ય હથિયારોનો સમાવેશ થાય છે. કેડરોએ 18 શસ્ત્રો પણ સમર્પણ કર્યા જેમાં 3 AK-47 રાઈફલ, 4 SLR રાઈફલ, 2 INSAS રાઈફલ, (.303) રાઈફલ, 2 સિંગલ શોટ રાઈફલ અને 1 BGL હથિયારનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રી (CM) વિષ્ણુદેવ સાયએ આ ઘટનાને પૂના મારગેમ પુનર્વાસ સે પુનર્જીવન પહેલ અને રાજ્યની આત્મસમર્પણ અને પુનર્વાસ નીતિ 2025 તેમજ નિયદ નેલ્લા નાર યોજનાની સફળતાનું પ્રમાણ ગણાવ્યું. તેમણે કહ્યું કે, માઓવાદની ખોટી વિચારધારાથી ભટકેલા યુવાનો હવે સમજી રહ્યા છે કે બંદૂક નહીં, પરંતુ વિકાસનો માર્ગ જ ભવિષ્યનો સાચો વિકલ્પ છે. અમારી ડબલ એન્જિનની સરકાર 31 માર્ચ, 2026 સુધીમાં દેશને નક્સલમુક્ત બનાવવા માટે સંકલ્પબદ્ધ છે. બસ્તર અંચલમાં નક્સલવાદની કમર તૂટી ચૂકી છે અને આ ક્ષેત્ર ઝડપથી શાંતિ તથા વિકાસ તરફ આગળ વધી રહ્યું છે.