For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કેદારનાથમાં 2000 લોકો ફસાયા, 16નાં મોત

05:21 PM Aug 02, 2024 IST | admin
કેદારનાથમાં 2000 લોકો ફસાયા  16નાં મોત

NDRfની 12 અને SDRFની 60 ટીમો તથા હેલિકોપ્ટર તેૈનાત, યાત્રા રોકી દેવાઇ

Advertisement

ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન બાદ કેદારનાથ યાત્રા બે દિવસ માટે રોકી દેવામાં આવી છે. રાજ્યમાં 48 કલાક સુધી ભારે વરસાદનું એલર્ટ છે. આ કારણે એનડીઆરએફની 12 ટીમો અને એસડીઆરએફની 60 ટીમો તૈનાત કરવામાં આવી છે. વરસાદના કારણે હરિદ્વાર, દેહરાદૂન, ટિહરી, રુદ્રપ્રયાગ અને નૈનીતાલમાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે. જ્યારે કેદારનાથમાં વાદળ ફાટવાને કારણે 2000થી વધુ લોકો લિંચોલી અને ભીંબલી નજીક પગપાળા માર્ગ પર ફસાયેલા છે. તેમને બચાવવા માટે 5 હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે.

કેદારનાથ માર્ગ પર ફસાયેલા મુસાફરોને બચાવવા માટે એસડીઆરએફ તૈનાત કરવામાં આવી છે. મુંકટિયાથી સોનપ્રયાગ સુધી 450 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. બાકીના લોકોને ચિનૂક અને એમઆઇ-17 હેલિકોપ્ટર દ્વારા બચાવવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગે શુક્રવારે (2 ઓગસ્ટ) ના રોજ 24 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. મધ્યપ્રદેશના 11 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ છે, જે આગામી 4 દિવસ સુધી રહેશે.

Advertisement

1 ઓગસ્ટના રોજ હિમાચલ પ્રદેશમાં 5 સ્થળોએ વાદળ ફાટવાને કારણે 53 લોકો ગુમ થયા હતા. જેમાંથી 5ના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 48 લોકો હજુ પણ ગુમ છે. એનડીઆરએફ, એસડીઆરએફ, પોલીસ અને હોમગાર્ડના જવાનો તેની શોધમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. શિમલામાં રેસ્ક્યુ ટીમને હજુ સુધી સફળતા મળી નથી. અહીં ગુમ થયેલા 36 લોકોમાંથી હજુ સુધી એક પણ સુરાગ મળ્યો નથી. વ્યક્તિના શરીરના કેટલાક અંગો ચોક્કસપણે મળી આવ્યા છે.

મંડીના ચૌહારઘાટીના રાજબન ગામમાં પણ 3 પરિવારના 7 લોકો હજુ પણ લાપતા છે. 3 મૃતદેહ મળી આવ્યા છે. કુલ્લુના બાગીપુલમાં પણ એક જ પરિવારના 5 સભ્યો સહિત 7 લોકો ગુમ થયા છે. જેમાંથી એક મહિલા સહિત 2ના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 5 હજુ લાપતા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement