જાણીતા હેર સ્ટાઇલિસ્ટ જાવેદ હબીબ સામે કરોડોની ઠગાઇની 20 FIR
દેશભરમાં 900થી વધુ સલૂન અને એકેડમીઓ ધરાવતા જાણીતા હેર સ્ટાઇલિસ્ટ જાવેદ હબીબ હાલમાં કોઈ ફેશન શોને લીધે નહીં પરંતુ મોટા ઠગાઈના કેસને લઈને ચર્ચામાં છે. સંભલ પોલીસે તેમના પુત્ર અનસ હબીબ સહિત પરિવારના સભ્યો વિરુદ્ધ અત્યાર સુધીમાં 20 FIR નોંધી છે. આરોપ છે કે તેમણે 100થી વધુ રોકાણકારો પાસેથી કરોડો રૂૂપિયાની ઠગાઈ કરી છે. પોલીસે દિલ્હી-મુંબઈના ઠેકાણાઓ પર દરોડાની તૈયારી શરૂૂ કરી છે, જ્યારે પરિવાર વિરુદ્ધ લુક આઉટ નોટિસ પણ જાહેર થઈ ચૂકી છે.
પોલીસ તપાસ મુજબ, આ આખો મામલો બે વર્ષ જૂનો છે. વર્ષ 2023માં સંભલના સરાયતરીન વિસ્તારમાં આવેલા રોયલ પેલેસ વેંકટ હોલમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન LC (Follicile Global Company)ના નામથી થયું હતું. સ્ટેજ પર ખુદ જાવેદ હબીબ અને તેમના પુત્ર અનસ હબીબ હાજર હતા. ત્યાં હાજર આશરે 150 લોકોને 50 થી 75 ટકા નફાની લાલચ આપીને કંપનીમાં રોકાણ કરવાની ખાતરી આપવામાં આવી હતી.
આ વાયદાઓ પર વિશ્વાસ કરીને 100થી વધુ લોકોએ ₹5 થી 7 લાખ સુધીની રકમ બાઇનાન્સ કોઇન અને બિટકોઇનના નામે જમા કરાવી દીધી. જોકે, થોડા જ મહિનામાં કંપની ગાયબ થઈ ગઈ.
રોકાણ કર્યાના એક વર્ષ પછી પણ રોકાણકારોને કોઈ નફો ન મળતાં તેમણે કંપનીની ઓફિસ અને હબીબ સલૂનના ચક્કર લગાવવાનું શરૂૂ કર્યું. જ્યારે તેમણે રકમ પાછી માગી, ત્યારે સ્થાનિક પ્રભારી સૈફુલ્લાહએ ટાળવાનું શરૂૂ કર્યું. ટૂંક સમયમાં જ કંપનીનું શટર ડાઉન કરી દેવાયું અને જાવેદ હબીબ તેમના પરિવાર સાથે ફરાર થઈ ગયા. સંભલ ખાતેની તેમની ઓફિસને તાળું લાગી ગયું છે.