For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખેલો ઈન્ડિયા માટે વધુ 20 કરોડની ફાળવણી, બજેટ 900 કરોડે પહોંચ્યું

01:46 PM Feb 02, 2024 IST | Bhumika
ખેલો ઈન્ડિયા માટે વધુ 20 કરોડની ફાળવણી  બજેટ 900 કરોડે પહોંચ્યું

નાણાં મંત્રી નિર્મલા સીતારામને મોદી સરકારનું વચગાળાનું બજેટ 2024 રજૂ કર્યું છે. ખેલાડીઓ અને રમત સાથે સંકળાયેલા લોકો અપેક્ષા રાખતા હતા કે બજેટ 2024માં ભારતની સ્પોર્ટ્સ મહત્વાકાંક્ષાઓને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ અપેક્ષા એટલા માટે પણ હતી કે આ વર્ષે 26 જુલાઈથી 11 ઓગસ્ટની વચ્ચે પેરિસમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થવાનું છે.ગત વર્ષે કેન્દ્ર સરકારે રમતગમત માટે 3397.32 કરોડ રૂૂપિયા ફાળવ્યા હતા. જેમાંથી 880 કરોડ રૂૂપિયા ખેલો ઇન્ડિયાને ફાળવવામાં આવ્યા હતા. વચગાળાના બજેટમાં ગત વખત કરતાં સ્પોર્ટસ માટે રુપિયા 45 કરોડ વધુ ફાળવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજના ખેલો ઇન્ડિયા માટે 20 કરોડ રૂૂપિયા વધુ ફાળવવામાં આવ્યા છે. એટલે કે વર્ષ 2024-2025 દરમિયાન ખેલ અને યુવા મામલાના મંત્રાલયને 3442.32 કરોડ રૂૂપિયા ફાળવવામાં આવ્યા છે.

Advertisement

આ વખતે ખેલો ઇન્ડિયાના બજેટમાં 20 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. હવે તે 900 કરોડ થઈ ગઈ છે. ગત બજેટમાં નેશનલ સ્પોર્ટસ ફેડરેશનને રુપિયા 325 કરોડની સહાય પેટે ફાળવણી કરવામાં આવી હતી. આ વખતે આ રકમ વધારીને 340 કરોડ કરવામાં આવી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement