કાશ્મીરમાં સેનાનું વાહન ખાઇમાં ખાબકતાં 2 જવાન શહીદ, 7ને ઇજા
05:04 PM Jan 04, 2025 IST
|
Bhumika
Advertisement
જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. સેનાનું એક વાહન ખાડામાં પડી ગયું. આ અકસ્માતમાં બે જવાનોના મોત થયા હતા. જ્યારે અન્ય 7 ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, સૈનિકોને લઈને જઈ રહેલી સેનાની ટ્રકને બાંદીપોરાના સદર કૂટ પાઈન વિસ્તાર પાસે અકસ્માત નડ્યો જ્યારે ડ્રાઈવરે વળાંક પર કાબૂ ગુમાવ્યો. ટ્રક પહાડી પરથી નીચે પટકાઈ હતી. આ ઘટનામાં 7 જવાનો ઘાયલ થયા છે, કેટલાકની હાલત ગંભીર છે, સુરક્ષા દળો આ ઘટનાના કારણની તપાસ કરી રહ્યા છે અને તપાસના પ્રથમ રાઉન્ડમાં એવું માનવામાં આવી રહ્યું છે કે વાહન વધુ ઝડપે જઈ રહ્યું હતું અને રોડ પર લપસી જવાને કારણે અકસ્માત થયો હતો.
Advertisement
Next Article
Advertisement