For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઝારખંડમાંથી ISISના 2 આતંકવાદી ઝડપાયા

06:09 PM Sep 10, 2025 IST | Bhumika
ઝારખંડમાંથી isisના 2 આતંકવાદી ઝડપાયા

રાજ્યની રાજધાની રાંચીમાંથી એક શંકાસ્પદ દિલ્હી સ્પેશિયલ સેલની ટીમ લાંબા સમયથી આ શંકાસ્પદ આતંકવાદીને શોધી રહી હતી. હવે દિલ્હીના સ્પેશિયલ સેલ, ઝારખંડ અઝજ, રાંચી પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશનમાં શંકાસ્પદ વ્યક્તિને રાંચીથી ધરપકડ કરવામાં આવી છે.

Advertisement

ઝારખંડની રાજધાની રાંચીથી ધરપકડ કરાયેલા શંકાસ્પદ ISIS આતંકવાદીની ઓળખ અશર દાનિશ તરીકે થઈ છે. રાંચીના ઇસ્લામનગરથી તેની ધરપકડ કરવામાં આવી છે. અશર દાનિશ બોકારો જિલ્લાના પેટવારનો રહેવાસી છે. દિલ્હીમાં નોંધાયેલા કેસના આધારે દિલ્હી સ્પેશિયલ સેલની ટીમ તેને શોધી રહી હતી. મળતી માહિતી મુજબ, ધરપકડ કરાયેલા શંકાસ્પદ આતંકવાદીની પૂછપરછ કરવામાં આવી રહી છે.

માહિતી મુજબ, દેશના વિવિધ રાજ્યોમાં 12 થી વધુ સ્થળોએ સ્પેશિયલ સેલ અને કેન્દ્રીય એજન્સીઓ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. દિલ્હીથી એક ISIS આતંકવાદીની પણ ધરપકડ કરવામાં આવી છે. દિલ્હીથી ધરપકડ કરાયેલા આતંકવાદીની ઓળખ આફતાબ તરીકે થઈ છે. માહિતી અનુસાર, 8 થી વધુ શંકાસ્પદોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement