દહેજમાં દુલ્હાને 2.5 કરોડ, જૂતાં ચોરીના 11 લાખ, નિકાહ કરાવનાર કાજી પણ રાજી
મેરઠના એચએચ-58 પર એક મોટા રિસોર્ટમાં ચાર દિવસ પહેલા આ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જાન ગાઝિયાબાદથી મેરઠ આવી હતી. લગ્ન દરમિયાન દહેજમાં છોકરીના પરિવારે 2 કરોડ 56 લાખ રૂૂપિયા કેશ આપ્યા હતા. આ કેશ પૈસા મોટા સૂટકેસમાં લાવવામાં આવ્યા હતા અને વરરાજાના પરિવારને સોંપવામાં આવ્યા હતા. આ દરમિયાન કેટલાક લોકો વીડિયો બનાવી રહ્યા હતા.
વીડિયોમાં આ રકમ 2.56 કરોડ રૂૂપિયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. વીડિયોમાં એવું પણ સંભળાય રહ્યું છે કે જૂતા ચોરીની વિધિના 11 લાખ રૂૂપિયા અને 8 લાખ રૂૂપિયા અલગથી એક ધાર્મિક સ્થળના નામે આપવામાં આવ્યા હતા.એટલું જ નહીં જે કાજીને નિકાહ કરવા બોલાવવામાં આવ્યા હતા તેમને પણ 11 લાખ રૂૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. નિકાહના મંચ પર બેસતી વખતે આ રકમ બ્રીફકેસમાંથી કાઢીને કાજીને આપવામાં આવે છે. એટલું જ નહીં મસ્જિદ માટે 8 લાખ રૂૂપિયાના દાનની પણ જાહેરાત કરવામાં આવી છે. આ રકમ પણ રોકડમાં આપી રહ્યા છે. વાયરલ વીડિયો મેરઠ બાયપાસ રોડ પર સ્થિત એક રિસોર્ટનો હોવાનું કહેવાય છે.
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો પર સતત કોમેન્ટ આવી રહી છે. લોકો કહી રહ્યા છે કે આવા જ લોકોને ત્યાં ઈન્કમટેક્સ અને ઈડીના દરોડા પડે છે. વાયરલ વીડિયોને લઈને સવાલો ઉઠી રહ્યા છે કે આટલી મોટી રકમ કેશ આપનારાઓએ ક્યાંથી એકઠી કરી.
આ વીડિયો અધિકારીઓ સુધી પહોંચ્યો છે. અધિકારીઓનું કહેવું છે કે, લગ્ન એ પરિવારની અંગત અને પારિવારિક બાબત છે. કોઈપણ પક્ષ તરફથી ફરિયાદ આવે તો તેની તપાસ થઈ શકે છે. ફરિયાદના આધાર પર જ કાર્યવાહી શક્ય છે.