For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

IRCTCના 2.5 કરોડ યુઝર્સ આઇડી નિષ્ક્રિય કરાયા

05:40 PM Jul 26, 2025 IST | Bhumika
irctcના 2 5 કરોડ યુઝર્સ આઇડી નિષ્ક્રિય કરાયા

Advertisement

ઓનલાઇન ટિકિટ બુકિંગ સિસ્ટમનો દુરુપયોગ રોકવા રેલવેનું પગલું: એજન્ટો તત્કાલ રિઝર્વ ખુલ્યાની 30 મિનિટમાં બુકિંગ કરી નહી શકે

ભારતીય રેલવેએ ઓનલાઈન ટિકિટ બુકિંગ સિસ્ટમમાં દુરુપયોગ અટકાવવા માટે મોટો નિર્ણય લીધો છે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) ના 2.5 કરોડથી વધુ યુઝર આઈડી નિષ્ક્રિય કરવામાં આવ્યા છે. શંકાસ્પદ બુકિંગ પેટર્ન અને નકલી યુઝર્સની ઓળખ કર્યા પછી આઈડી નિષ્ક્રિય કરવામાં આવ્યા છે. સંસદમાં સાંસદ એ.ડી. સિંહના પ્રશ્ન પર સરકારે આ માહિતી આપી છે.

Advertisement

આ એકાઉન્ટ્સ નિષ્ક્રિય કરવામાં આવ્યા તે પહેલાં, તત્કાલ ટિકિટ બુકિંગમાં ઘણી સમસ્યાઓ હતી. ઘણીવાર એવું જોવા મળતું હતું કે તત્કાલ બુકિંગ વિન્ડો ખુલ્યાની થોડીવારમાં ટિકિટ ગાયબ થઈ જતી હતી, કારણ કે એજન્ટો બોટનો ઉપયોગ કરીને બધી ટિકિટ ગાયબ કરી દેતા હતા, જેના કારણે સામાન્ય મુસાફર ટિકિટ બુક કરી શકતો ન હતો. જોકે, હવે ફેરફાર પછી, રેલવે મુસાફરોને મોટી રાહત મળી છે.આરક્ષિત ટિકિટો ઓનલાઈન અથવા કોમ્પ્યુટરાઈઝ્ડ પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS) કાઉન્ટર પર પહેલા આવો પહેલા સેવાના ધોરણે બુક કરાવી શકાય છે. જોકે, કુલ ટિકિટોમાંથી લગભગ 89% ઓનલાઇન માધ્યમથી બુક થઈ રહી છે. PRS કાઉન્ટર પર ડિજિટલ માધ્યમથી ચુકવણીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સંસદમાં સરકારે જણાવ્યું કે IRCTC એ તાજેતરમાં ટિકિટ બુકિંગ સિસ્ટમમાં અનિયમિત તાઓને રોકવા માટે 2.5 કરોડથી વધુ યુઝર આઈડી નિષ્ક્રિય કર્યા છે. કારણ કે આ યુઝર આઈડી શંકાસ્પદ મળી આવ્યા હતા.

સરકારે જણાવ્યું હતું કે ભારતીય રેલ્વેએ ક્ધફર્મ ટિકિટ બુકિંગ અને ડિજિટલને પ્રોત્સાહન આપવા માટે કેટલાક વધુ ફેરફારો કર્યા છે.1 જુલાઈ, 2025 થી, તત્કાલ યોજના હેઠળ ટિકિટો ફક્ત આધાર વેરિફાઈડ વપરાશકર્તાઓ દ્વારા IRCTC વેબસાઇટ અથવા એપ્લિકેશન દ્વારા બુક કરાવી શકાય છે. એજન્ટોને તત્કાલ રિઝર્વ ખુલ્યાના પ્રથમ 30 મિનિટ દરમિયાન તત્કાલ ટિકિટ બુક કરાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ટ્રેનોની વેઇટિંગ લિસ્ટની સ્થિતિનું નિયમિત ધોરણે નિરીક્ષણ કરવામાં આવે છે અને વધારાની માંગને પહોંચી વળવા માટે, ભારતીય રેલ્વે ખાસ ટ્રેનો ચલાવી રહી છે.

ઇમર્જન્સી ક્વોટામાં પણ ફેરફાર
સરકારે ઇમરજન્સી ક્વોટામાં પણ ફેરફાર કર્યા છે. અગાઉ, મુસાફરીના દિવસે ઇમરજન્સી ક્વોટા હેઠળ ટિકિટ બુક કરવા માટે અરજી કરી શકાતી હતી, પરંતુ હવે ઇમરજન્સી ક્વોટા માટે 1 દિવસ અગાઉ અરજી કરવી પડે છે. આ ક્વોટા સાંસદો, વરિષ્ઠ અધિકારીઓ, તબીબી કટોકટી અને વરિષ્ઠ નાગરિકો માટે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement