વાંધાજનક સામગ્રી મામલે 18 OTT પ્લેટફોર્મ, 19 વેબસાઈટ, 10 એપ પર મૂકાયો પ્રતિબંધ
માહિતી અને પ્રસારણ મંત્રાલયે વાંધાજનક સામગ્રીને લઈને મોટી કાર્યવાહી કરી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરની અનેક ચેતવણીઓ બાદ, 18 ઘઝઝ પ્લેટફોર્મને વાંધાજનક સામગ્રી માટે બ્લોક કરી દેવામાં આવ્યા છે. દેશભરમાં 19 વેબસાઈટ, 10 એપ્સ અને OTT પ્લેટફોર્મના 57 સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઈંઝ એક્ટની કલમ 67 અને 67અ, ઈંઙઈની કલમ 292 અને ઓબ્જેક્શનેબલ રિપ્રેઝન્ટેશન ઑફ વુમન (પ્રોહિબિશન) એક્ટ, 1986ની કલમ 4નું ઉલ્લંઘન કરતી સામગ્રીમાં શિક્ષક-વિદ્યાર્થી સંબંધો અને વ્યભિચારી કૌટુંબિક સંબંધો જેવા વિષયોનો સમાવેશ થાય છે.
આ નિર્ણય ભારત સરકારના સંબંધિત મંત્રાલયો/વિભાગો અને મીડિયા, મનોરંજન, મહિલા અધિકારો અને બાળ અધિકારોના ક્ષેત્રના નિષ્ણાતો સાથે પરામર્શ કર્યા પછી માહિતી ટેકનોલોજી અધિનિયમ, 2000 ની જોગવાઈઓ હેઠળ લેવામાં આવ્યો છે.
પ્રતિબંધિત પ્લેટફોર્મની યાદીમાં ડ્રીમ્સ ફિલ્મ્સ, વુવી, યેસ્મા, અનકટ અડ્ડા અને અન્યનો સમાવેશ થાય છે, જે વાંધાજનક, જાતીય કૃત્યો અને મહિલાઓનું અપમાનજનક ચિત્રણ દર્શાવતી સામગ્રીનું પ્રસારણ કરતી હોવાનું જણાયું હતું. જેના આધારે તમામ સામે કાર્યવાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, ઘઝઝ એપમાંથી એકે 1 કરોડથી વધુ ડાઉનલોડ્સ મેળવ્યા હતા, જ્યારે અન્ય બેએ ૠજ્ઞજ્ઞલહય ઙહફુ જજ્ઞિંયિ પર 50 લાખથી વધુ ડાઉનલોડ કર્યા હતા. ઋફભયબજ્ઞજ્ઞસ, ઈંક્ષતફિંલફિળ, ડ (અગાઉ ટ્વિટર) અને ઢજ્ઞીઝીબય જેવા પ્લેટફોર્મ પર 32 લાખથી વધુ વપરાશકર્તાઓ અને અનુયાયીઓ સાથે, આ પ્લેટફોર્મ્સે પ્રચાર માટે સોશિયલ મીડિયાનો વ્યાપક ઉપયોગ કર્યો હતો.