દિલ્હી બ્લાસ્ટ કેસની આરોપી શાહિનના રૂમમાંથી 18 લાખ મળ્યા
દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ મામલે તપાસ દરમિયાન રાષ્ટ્રીય તપાસ એજન્સીએ આતંકવાદી ડો. શાહીનના કબાટમાંથી ₹ 18 લાખ રોકડા જપ્ત કર્યા છે. આ રોકડ શાહીનના રૂૂમ નંબર 22 માં એક કબાટમાં રાખવામાં આવી હતી અને એક સાદી પોલીથીન બેગમાં છુપાવવામાં આવ્યા હતા.તપાસમાં બહાર આવ્યું છે કે શાહીન આ વર્ષની 25 સપ્ટેમ્બરે બ્રેઝા કાર ખરીદવા માટે આ રોકડનો ઉપયોગ કરતી હતી. ગઈંઅ હાલમાં તપાસ કરી રહી છે કે શાહીનને આટલી મોટી રકમ કેવી રીતે મળી. વધુમાં, એનઆઇએએ અલ ફલાહના વહીવટી બ્લોકમાં શાહીનના લોકરની પણ તપાસ કરી. એજન્સીની તપાસ ચાલુ છે અને કેસની સંપૂર્ણ તપાસ કરવા માટે તમામ પુરાવા એકઠા કરી રહી છે.ડો. શાહીને તપાસ એજન્સીઓને જણાવ્યું હતું કે તે ડો. મુઝમ્મિલના કહેવાથી આતંકવાદી મોડ્યુલમાં જોડાઈ હતી અને મુઝમ્મિલે તેને જે કરવાનું કહ્યું હતું તે કરતી હતી. વધુમાં એજન્સીઓને તેના હેન્ડલર ડો. અબુ ઉકાશાહનું ટેલિગ્રામ એકાઉન્ટ પણ મળ્યું. આ એકાઉન્ટ દ્વારા જ 2022 માં ડો. મુઝફ્ફર, ડો. ઉમર અને ડો. આદિલ તુર્કી ગયા હતા.