For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રહેઠાણ સિવાયની કોઈ પણ મિલકતના ભાડા પર 18% જીએસટી

11:12 AM Oct 10, 2024 IST | admin
રહેઠાણ સિવાયની કોઈ પણ મિલકતના ભાડા પર 18  જીએસટી

સીબીઆઈસીનો પરિપત્ર આજથી અમલમાં, જીએસટી રજિસ્ટ્રેશન ધરાવતી વ્યક્તિ પોતાનું ઘર ભાડે આપે તો પણ ટેક્સ ચૂકવવો પડશે

Advertisement

રહેઠાણ સિવાયની કોઈપણ સ્થાવર મિલકત જીએસટીનું રજિસ્ટ્રેશન ન ધરાવતી વ્યક્તિ રજિસ્ટ્રેશન ધરાવનાર વ્યક્તિને ભાડેથી આપે તો રજિસ્ટ્રેશન ધરાવતી વ્યક્તિ પોતે ભાડાની રકમના 18 ટકા રકમ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ પેટે ભાડે લેનાર વ્યક્તિએ સરકારમાં જમા કરાવવો પડશે. આ રીતે દુકાન, ઓફિસ, ગોદામ, જમીન કે પછી કો વર્કિંગ પ્લેસ ભાડે આપનાર રજિસ્ટર્ડ વ્યક્તિ હોય તો તેની પાસેથી ભાડેથી તે જગ્યા લેનારે 18 ટકાના દરે જીએસટી જમા કરાવવો પડશે. રહેઠાણ સિવાયની કોઈપણ મિલકતને કોઈપણ હેતુથી ભાડે આપવામાં આવશે રજિસ્ટર્ડ ડીલર અનરજિસ્ટર્ડ વ્યક્તિ કે કંપની કે સંસ્થાને આપશે તો તેને માટે ભાડું ઉપરાંત ભાડે લેનારે 18 ટકાના દરે જીએસટી ચૂકવવો પડશે.

સીબીઆઈસીએ આઠમી ઓક્ટોબરે બહાર પાડેલો આ પરિપત્ર દસમી ઓક્ટોબરથી સમગ્ર દેશમાં લાગુ પડશે. જોકે કોમર્શિયલ પ્રોપર્ટી ભાડે આપવા માટે પહેલાથી જ 18 જીએસટી વસૂલવામાં આવતો હતા. જીએસટીના એક્સપર્ટ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હેમ છાજેડનું કહેવું છે કે આ નવા પરિપત્ર પછી રહેઠાણ માટેનું ઘર કોઈને રહેવા માટે કોઈ વ્યક્તિ ભાડે આપશે અને ભાડે આપનાર વ્યક્તિ જીએસટીનું રજિસ્ટ્રેશન ન ધરાવતો હોય અને તે મકાન ભાડે લેનાર પણ રજિસ્ટર્ડ ન હોય તો તેવા સંજોગમાં તેમને ગુડ્સ એન્ડ સવસ ટેક્સ ભરવામાંથી માફી મળશે. બીજા શબ્દોમાં કહીએ તો તેમના પર કોઈ જ જીએસટી લાગશે નહિ.

Advertisement

બીજીતરફ જીએસટી રજિસ્ટ્રેશન ધરાવનાર વ્યક્તિ પોતાની માલિકીની રહેઠાણની જ મિલકત હોય અને તે કોમર્શિયલ હેતુ માટે કોઈપણ વ્યક્તિને ભાડેથી આપશે તો તેણે તેના ભાડાંની આવક પર 18 ટકાના દરે જીએસટી ચૂકવવો પડશે. આમ આ સોદામાં મિલકત ભાડે આપનારે જ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ચૂકવવાનો આવશે.
ત્રીજું, રહેઠાણની મિલકત હોય અને રહેઠાણના હેતુથી જ તે મિલકત ભાડે આપવામાં આવશે અને ભાડે આપનાર જીએસટી રજિસ્ટ્રેશન ન ધરાવતો હોય અને ભાડે લેનાર રજિસ્ટર્ડ વ્યક્તિ કે સંસ્થા હશે તો તેમને જીએસટી ભરવામાંથી માફી મળશે.

ચોથું રહેઠાણની મિલકત હોય અને તેનો કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ કરવાના હેતુથી ભાડે આપવામાં આવે અને ભાડેથી આપનાર વ્યક્તિ જીએસટી રજિસ્ટ્રેશન ન ધરાવતી હોય અને જીએસટી રજિસ્ટ્રેશન ધરાવનાર વ્યક્તિને તે મિલકત ભાડેથી આપે તો તેવા સંજોગોમાં ભાડેથી લેનાર અને ભાડું ચૂકવનાર વ્યક્તિએ તેના પર 18 ટકા જીએસટી સરકારમાં સીધો જમા કરાવવો પડશે. આ વ્યવસ્થાને રીવર્સ ચાર્જ મિકેનિઝમ તરીકે ઓળખાવવામાં આવે છે.

ભાડાની જગ્યા પર ચાલતા રેસ્ટોરન્ટ, નાના ધંધા અને લમસમ ડીલરોને 18 ટકાનો ડામ

રેસ્ટોરાંની જગ્યા પણ બહુધા ભાડે જ લેવાયેલી હોય છે. રેસ્ટોરાં પાસે જીએસટીનું રજિસ્ટ્રેશન હોય જ છે. પરંતુ ભાડે આપનાર રજિસ્ટર્ડ ન હોય તો તેવા સંજોગોમાં રેસ્ટોરાં સંચાલકોએ રિવર્સ ચાર્જ મિકેનિઝમ હેઠળ ભાડાંની રકમ પરનો 18 ટકા જીએસટી જમા કરાવવો પડે છે. હવે આ રેસ્ટોરાં 18 ટકા જમા કરાવે છે તે તેની વધારાની કોસ્ટ થઈ જશે. તેની ક્રેડિટ તેને મળવાનો રસ્તો રહેતો જ નથી. રેસ્ટોરાંની વાનગીઓ પર લેવાતા 5 ટકા જીએસટીનું તેમને રિફંડ મળવા પાત્ર જ નથી. આ ઉપરાંત જે બિઝનેસ ઇન્વર્ટેડ ડયૂટી સ્ટ્રક્ચર કે પછી એક્ઝમ્પ્ટેડ હશે તે બિઝનેસને આ વ્યવસ્થા હેઠળ કોઈ જ રિફંડ મળી શકશે નહિ.

તેમની મોટી રકમ બ્લોક થઈ જવાની સંભાવના રહેલી છે. કોમ્પોઝિટનો એટલે કે લમસમનો વિકલ્પ પસંદ કરનારા વેપારીઓ સામાન્ય રીતે આવકના એક ટકા અથવા તો સર્વિસ પ્રોવાઈડર હોય તો આવકના છ ટકા રકમ જીએસટી જમા કરાવી દેવો પડે છે. તેઓ ભાડેથી જગ્યા લઈને ધંધો કરતાં હશે તો તેમના ભાંડાની રકમ પર ચૂકવવાના થતાં 18 ટકા જીએસટીની રકમ તેમની કોસ્ટ વધારી દેશે. લમસમનો વિકલ્પ પસંદ કરનારાઓ જીએસટી રજિસ્ટ્રેશન ધરાવતા જ હોય છે. તેઓ અન રજિસ્ટર્ડ વ્યક્તિ કે સંસ્થા પાસેથી તેમની મિલકત ભાડે લેશે તો તેના પર તેમણે 18 ટકા જીએસટી ચૂકવવો પડશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement