દેશમાં 150 નવી પેસેન્જર ટ્રેનો શરુ કરાશે: રેલવેમંત્રી વૈષ્ણવ
હરિયાણામાં રેલવે સાઈડિંગ સુવિધાના ઉદ્ઘાટન પ્રસંગે રેલવેમંત્રીની જાહેરાત
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, ભારતીય રેલવે એ છેલ્લા 11 વર્ષમાં એક અભૂતપૂર્વ પરિવર્તન જોયું છે. તેમણે કહ્યું કે 2014 પહેલા દાયકાઓ સુધી રેલવે ઉપેક્ષાનો શિકાર રહી જ્યાં માત્ર રૂૂ. 25-30 હાજર વાર્ષિક રોકાણ થતું હતું. પરંતુ હવે આ રોકાણ વધીને ₹2.5 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે, જે રેલવેના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓના વિકાસને વેગ આપી રહ્યું છે.શ્રી વૈષ્ણવે કહ્યું, રેલવેમાં વર્ષોથી જમા થયેલી લેગેસી સમસ્યાઓ હવે એક- એક કરીને સમાપ્ત થઇ રહી છે. સ્ટેશન, ટ્રેન, શૌચાલય, ટ્રેક,સ્વચ્છતા, ટેકનોલોજી - દરેક ક્ષેત્રમાં વ્યાપક સુધારો કરવામાં આવ્યો છે. મુસાફરોને નવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે અને ઇન્ડસ્ટ્રી સાથે મળીને એકીકૃત વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
વૈષ્ણવે હરિયાણાના માનેસરમાં મારુતિ પ્લાન્ટ ખાતે રેલવે સાઇડિંગ સુવિધાના ઉદ્ઘાટન પ્રસંગે બોલતા મુખ્ય ઘોષણાઓ અને સિદ્ધિઓ ગણાવી.100 નવી મેઇન લાઇન ઈએમયુ (મેમૂ )ટ્રેનો પેસેન્જર ટ્રેનોને અપગ્રેડ કરવા માટે, હવે 16 અને 20 કોચનીમેઈન લાઇન ઈએમયુ ટ્રેનો બનાવવામાં આવશે. અત્યાર સુધી 8 કે 12 કોચના મેમૂ બનાવવામાં આવતા હતા. આ પ્રોજેક્ટ તેલંગાણાના કાઝીપેટમાં શરૂૂ થઈ રહેલી નવી ફેક્ટરીમાં લાગુ કરવામાં આવશે. આનાથી ટૂંકા અંતરની મુસાફરીમાં મોટી રાહત મળશે.50 નવી પનમો ભારતથ એસી પેસેન્જર ટ્રેના નમો ભારતથ ટ્રેનોને મુસાફરો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. હવે 50 નવી એસી પેસેન્જર ટ્રેનો ઉમેરવામાં આવશે. અગાઉ અમદાવાદ-ભુજ અને પટના-જયનગર વચ્ચે બે ટ્રેનો શરૂૂ કરવામાં આવી હતી. કુલ 150 નવી પેસેન્જર ટ્રેનો સેવામાં આવશે.
1200 થી વધુ નવા જનરલ કોચ વિતેલા વર્ષોમાં રેલવેને મુસાફરોની માંગને ધ્યાનમાં રાખીને 1200 થી વધુ જનરલ કોચ ઉમેર્યા છે. આ અભિયાન છેલ્લા 2.5 વર્ષથી લગાતાર ચલાવવામાં આવી રહ્યું છે.
અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનોની સંખ્યા જલ્દી 6 વધુ થશે. 50 વધુ ટ્રેનોનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. નવા રૂૂટ પર વંદે ભારત ટ્રેનોને પણ સતત લંબાવવામાં આવી રહી છે.
ભારત હવે વિશ્વમાં માલપરિવહન અને પેસેન્જર પરિવહન બંનેમાં બીજા ક્રમે છે.પાછલા વર્ષે, 720 કરોડ મુસાફરોએ રેલ દ્વારા મુસાફરી કરી હતી અને 1617 મિલિયન ટન માલનું પરિવહન કરવામાં આવ્યું હતું. ફ્રેઇટ કોરિડોર હવે સંપૂર્ણપણે કાર્યરત છે અને દરરોજ લગભગ 400 માલગાડીઓ તેના પર દોડી રહી છે.વૈષ્ણવે માહિતી આપી હતી કે 2014 પહેલા હરિયાણાને ફક્ત ₹315 કરોડની ફાળવણી મળતી હતી, જે હવે વધીને ₹3416 કરોડ થઈ ગઈ છે.