For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દિલ્હી બ્લાસ્ટના માસ્ટર માઈન્ડ મુઝમ્મિલ સાથે કનેકશન ધરાવતા 15 ડોકટર લાપતા

06:31 PM Nov 15, 2025 IST | admin
દિલ્હી બ્લાસ્ટના માસ્ટર માઈન્ડ મુઝમ્મિલ સાથે કનેકશન ધરાવતા 15 ડોકટર લાપતા

દિલ્હી વિસ્ફોટોના માસ્ટરમાઇન્ડ માનવામાં આવતા ડો. મુઝમ્મિલની 9 નવેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તપાસ એજન્સીઓ હવે સમગ્ર કાવતરાનો પર્દાફાશ કરવા માટે કામ કરી રહી છે અને મુઝમ્મિલના સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવા માટે દરોડા પાડી રહી છે. ત્યારે તપાસ દરમિયાન એવી માહિતી બહાર આવી છે કે અલ ફલાહ યુનિવર્સિટીના 15 ડોકટરો ગુમ છે. આ તે ડોકટરો છે જે મુઝમ્મિલના સંપર્કમાં હતા.

Advertisement

મુઝમ્મિલની કોલ ડિટેલના આધારે તપાસ એજન્સીઓ આ 15 ડોકટરોને શોધી રહી છે, પરંતુ તેમના ફોન બંધ છે. તપાસ એજન્સીઓ પૂછપરછ માટે અલ ફલાહ યુનિવર્સિટી પહોંચી ત્યારે આ ડોકટરો ગુમ હોવાનું જાણવા મળ્યું. અને તપાસ એજન્સીઓ તેમને શોધી રહી છે અને દેશભરમાં દરોડા પાડી રહી છે.

અન્ય ઘટના ક્રમમાં ખુલાસો થયો છે કે, દિલ્હી આતંકવાદી કાવતરા માટે ધરપકડ કરાયેલ અલ-ફલાહ યુનિવર્સિટીના ડોક્ટરોમાંના એક ડો. શાહીન શાહિદે પાસપોર્ટ માટે અરજી કરી હતી અને તપાસકર્તાઓના જણાવ્યા મુજબ, જ્યારે તેના સાથીઓએ તેમની યોજનાઓને અંતિમ સ્વરૂૂપ આપ્યું ત્યારે તે દુબઈ ભાગી જવાની યોજના બનાવી રહી હતી.
પરંતુ કટ્ટરપંથી ડોકટરોના મોડ્યુલનો ખુલાસો જમ્મુ અને કાશ્મીર, સહારનપુર અને ફરીદાબાદમાં ધરપકડ સાથે થવા લાગ્યો અને પોલીસ તેણી ભાગી જાય તે પહેલાં જ તેણીને પકડી લીધી.

Advertisement

30 ઓક્ટોબરના રોજ તેના સાથી ડો. મુઝમ્મિલ અહમદ ગનીની ધરપકડ કરવામાં આવ્યા પછી શાહીનનો મોડ્યુલ સાથેનો સંબંધ ખુલ્યો, અને તે શાહીનની સ્વિફ્ટ ડિઝાયરનો ઉપયોગ કરતો હોવાનું જાણવા મળ્યું, જેમાંથી એક એસોલ્ટ રાઇફલ મળી આવી હતી. આ પણ વાંચો અલ-ફલાહ યુનિવર્સિટીની અંદર: ડો. શાહીન શાહિદે પવ્હાઇટ કોટથ આતંકવાદી નેટવર્ક કેવી રીતે ગોઠવ્યું હતું.

સૂત્રોએ જણાવ્યું હતું કે શાહીનએ પાસપોર્ટ માટે અરજી કરી હતી અને સુરક્ષા તંત્ર તેને શોધવાનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે ફરીદાબાદનો એક પોલીસ કર્મચારી 3 નવેમ્બરે અલ-ફલાહ કેમ્પસમાં તેની મુલાકાત લીધી હતી અને તેનો ફોટોગ્રાફ લીધો હતો. આખરે 11 નવેમ્બરે લખનૌથી તેની ધરપકડ કરવામાં આવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement