ત્રિપુરામાં 14 મહિનાની બાળકી પર બળાત્કાર
06:11 PM Oct 13, 2025 IST | Bhumika
ઉત્તર ત્રિપુરાના પાણીસાગરમાં તેના મામાને મળવા આવેલી 14 મહિનાની બાળકી પર કથિત રીતે બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી, જે રોજમદાર હતો, તેને રવિવારે આસામના નીલમબજારથી ધરપકડ કરવામાં આવી હતી. પાણીસાગર પોલીસ સ્ટેશનના પ્રભારી સુમંત ભટ્ટાચાર્યજીએ જણાવ્યું હતું કે આરોપીએ ફરવાના બહાને બાળકીને તેની માતા પાસેથી છીનવી લીધી હતી.
ત્રણ કલાક પછી પણ તેણે બાળકીને તેની માતાને પાછી ન આપી હોવાથી, માતાપિતા ચિંતિત થઈ ગયા. આ સમાચાર ફેલાતાં જ સેંકડો ગ્રામજનોએ બાળકીની શોધ શરૂૂ કરી હતી.
Advertisement
Advertisement