ભારતમાં કેન્સરના 14 લાખ નવા કેસ, 9.1 લાખ મોત
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર ભારતમાં વર્ષ 2022માં કેન્સરના નવા 14.1 લાખથી વધુ કેસ નોંધાયા હતા અને 9.1 લાખ લોકોનું કેન્સરના કારણે મૃત્યુ થયું હતું. ઠઇંઘની ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર (ઈંઅછઈ) અનુસાર પુરુષોને સૌથી વધુ હોઠ, મોઢુ અને ફેંફસાનું કેન્સર થાય છે, તથા મહિલાઓને સૌથી વધુ સ્તન અને સર્વાઈકલ કેન્સર થાય છે.
ભારતમાં કેન્સર ડાયગ્નોસિસ પછી 5 વર્ષમાં જીવિત લોકોની સંખ્યા લગભગ 32.6 લાખ હતી. વિશ્વભરમાં અંદાજે કેન્સરના નવા 2 કરોડથી વધુ કેસ સામે આવ્યા અને તેમાંથી 97 લાખ લોકોના મોત થયા હતા. રિપોર્ટ અનુસાર દર પાંચમાંથી 1 વ્યક્તિને કેન્સર થાય છે. દર 9 પુરુષમાંથી 1 પુરુષનું અને દર 12 મહિલાઓમાંથી 1 મહિલાનું કેન્સરના કારણે મૃત્યુ થાય છે.
વર્ષ 2022માં વૈશ્વિક સ્તરે કેન્સરના જે પણ કેસ સામે આવ્યા તેમાં 10 એવા કેન્સર હતા જેનાથી વ્યક્તિનું મૃત્યુ થાય છે. આ રિપોર્ટમાં 185 દેશ શામેલ છે, જેમાં 36 પ્રકારના કેન્સર હોવાનું સામે આવ્યું છે. ફેંફસાના કેન્સરથી સૌથી વધુ લોકોના મોત થાય છે.એશિયામાં તમાકુનો સતત ઉપયોગ થતો હોવાને કારણે ફેંફસાના કેન્સરના સૌથી વધુ કેસ સામે આવે છે. ઈંઅછઈ અનુસાર મહિલાઓમાં કેન્સરના કુલ કેસમાં 11.6 ટકા સ્તન કેન્સરના કેસ સામે આવ્યા છે અને વૈશ્વિક સ્તરે સ્તન કેન્સરના કારણે થતા કુલ મૃત્યુમાં 7 ટકા સ્તન કેન્સરના કેસ છે.
કેન્સર કયા કારણોસર થાય છે?
ભારતમાં તમાકુનું સેવન અને ધુમ્રપાન કેન્સરના મુખ્ય કારણોમાંથી એક છે.
અનહેલ્ધી લાઈફસ્ટાઈલ- અયોગ્ય ડાયટ, કસરત ના કરવી અને મેદસ્વીતા જેવી પરેશાનીને કારણે કેન્સરનું જોખમ
વાયુ પ્રદૂષણને કારણે ફેંફસાનું કેન્સર થાય છે.
ઈન્ફેક્શન- HPV અને હેપેટાઈટિસ ઇ તથા ઈના કારણે કેન્સર થાય છે.
કેટલાક લોકોમાં કેન્સરના જીન હોય છે, જેના કારણે કેન્સર થવાનું જોખમ રહે છે.