રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પોખરાથી કાઠમંડુ જતી બસ નદીમાં ખાબકતાં 14 ભારતીયનાં મોત

05:32 PM Aug 23, 2024 IST | admin
Advertisement

16 ઘવાયા, મૃત્યુઆંક વધવાની સંભાવના, યુપી પાસિંગની બસ હતી

Advertisement

જિલ્લા પોલીસ કચેરી તનાહુનના ડીએસપી દીપકુમાર રાયના જણાવ્યા અનુસાર, યુપી 7623 નંબર પ્લેટવાળી બસ નદીમાં પડી છે , આ બસ પોખરાથી કાઠમંડુ જઈ રહી હતી. બસમાં 40 યાત્રિકો સવાર હતા. પોખરાથી બસ કાઠમંડુ જઈ રહી હતી એ દરમિયાન તનાહુન જિલ્લામાં બસને અકસ્માત નડ્યો.બસ નદીમાં ખાબક્તા ઘટનાસ્થળે જ 14 ભારતીયોના મોત થયા છે. મૃત્યઆંક વધવાની સંભાવના છે.

નેપાળના તનાહુન જિલ્લાના અબુખૈરેની વિસ્તારમાં એક ભારતીય પેસેન્જર બસ મર્સ્યાંગડી નદીમાં પડી છે. નેપાળ પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરી છે. જિલ્લા પોલીસ કાર્યાલય તનહુનના ડીએસપી દીપકુમાર રાયે માહિતી આપી હતી કે નંબર પ્લેટ ઞઙ ઋઝ 7623 વાળી બસ નદીમાં પડી હતી અને હવે નદી કિનારે પડી છે.દુર્ઘટના બાદ રાહત અને બચાવ કામગીરીમાં 14 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને 16 ઘાયલ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.

આ બસ પોખરાના માઝેરી રિસોર્ટમાં રોકાયેલા ભારતીય મુસાફરોને લઈને કાઠમંડુ જવા રવાના થઈ હતી. અકસ્માત સમયે બસમાં ભારતીય મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા.સ્થાનિક પોલીસ અને બચાવ ટુકડી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત-બચાવ કામગીરી શરૂૂ કરી હતી. તમામ 16 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પ્રાથમિક અહેવાલો અનુસાર બસ નદીમાં પડવા પાછળના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને વહીવટી તંત્રએ તમામ જરૂૂરી પગલાં લીધા છે અને રાહત કાર્યને પ્રાથમિકતા આપી છે.

આ દુ:ખદ ઘટનાથી સ્થાનિક સમુદાયો અને મુસાફરોમાં ચિંતા અને શોકનું મોજુ ફરી વળ્યું છે. વહીવટીતંત્ર અને બચાવ ટુકડીઓ આ દુર્ઘટનાના તમામ સંજોગોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને અસરગ્રસ્ત પરિવારોને શક્ય તમામ સહાય પૂરી પાડવામાં આવી રહી છે.

Tags :
deathindiaindia newsNepalnepalnews
Advertisement
Next Article
Advertisement