રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભારતથી ચીનમાં 12,000 કરોડના માથાના વાળની તસ્કરીમાં મનીલોન્ડરિંગ કૌભાંડ

11:25 AM Mar 06, 2024 IST | admin
Advertisement

ચીનના પુરુષોમાં ટાલની સમસ્યા વધતી જાય છે અને આ સમસ્યા દૂર કરવા માટે માનવવાળની ખૂબ જરૂૂર છે. ચીનની આ ડિમાન્ડને પહોંચી વળવા માટે ભારતમાંથી કેટલાક ચિટરોએ માનવવાળના સ્મગલિંગનું મોટા પાયે કૌભાંડ કર્યું છે. એક અંદાજ પ્રમાણે આ કૌભાંડની વેલ્યૂ 12,000 કરોડ સુધી પહોંચે છે. આ કૌભાંડના મૂળ હૈદરાબાદથી મિઝોરમ અને મ્યાનમાર રૂૂટથી ચીન સુધી પહોંચે છે. આ સ્કેમમાં મોટા પાયે મની લોન્ડરિંગ થયું હોવાની શક્યતા છે અને ઈડી આ કેસની તપાસ કરી રહી છે.

Advertisement

ભારતમાંથી માનવવાળ ચીન પહોંચાડવામાં આવે ત્યાં સુધી તો ઠીક છે પરંતુ તેમાં મોટા પાયે ગેરકાયદે રીતે નાણાંની હેરાફેરી થઈ રહી છે. માનવવાળનું ચીનમાં સ્મગલિંગ થાય ત્યાર પછી મ્યાનમારના ટ્રેડર્સ દ્વારા હૈદરાબાદ નાણાં રૂૂટ બેક કરવામાં આવે છે. મલ્ટિપલ એકાઉન્ટમાં આ કેશને ડિપોઝિટ કરવામાં આવે છે. કુલ રૂૂ. 11,793 કરોડની રકમમાંથી લગભગ 2491 કરોડ એટલે કે 21 ટકાથી વધુ રકમ આવા એકાઉન્ટમાં જમા થઈ હતી.
ઇડીએ ફેબ્રુઆરી 2022માં દેશવ્યાપી દરોડા પાડ્યા હતા અને મ્યાનમારના રૂૂટથી વાળની નિકાસ કરવાનું કૌભાંડ પકડી પાડ્યું હતું. ઈડીએ હૈદરાબાદ સ્થિત નાયલા ફેમિલી એક્સપોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ સામે કેસ દાખલ કર્યો હતો અને ફોર્જરીથી બેનામી ઈમ્પોર્ટ એક્સપોર્ટ કોડનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો.

ભારતમાંથી હૈદરાબાદ એરપોર્ટ દ્વારા માનવવાળને મ્યાનમાર, બાંગ્લાદેશ, વિયેતનામ અને ચીન પહોંચાડવામાં આવતા હતા. જમીનમાર્ગે વાળના સ્મગલિંગ માટે મિઝોરમના રૂૂટનો ઉપયોગ થતો હતો.
નાયલા કંપનીએ અત્યંત નીચા ભાવે વાળની નિકાસ કરવા માટે બેનામી કંપનીઓ સ્થાપી હતી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને મળેલા ડોક્યુમેન્ટ પ્રમાણે ટેક્સ ઓથોરિટી સાથે આ કંપનીઓનો જ્યારે વાંધો પડતો હતો ત્યારે કંપની બંધ કરી દેવાતી હતી અને નવા કોડ દ્વારા નવી કંપની રચવામાં આવતી હતી. તેમાં હવાલા રૂૂટથી દર વર્ષે લગભગ 8000 કરોડના પેમેન્ટ મેળવવામાં આવતા હતા.

ટાઈમ્સની તપાસમાં જાણવા મળ્યું છે કે તેલંગણા અને આંધ્રપ્રદેશ સ્થિત ટ્રેડર્સ નોર્થ ઈસ્ટ અને કોલકાતા સ્થિત બનાવટી કંપનીઓને માનવવાળ વેચતા હતા. ત્યાંથી આ વાળ જમીન માર્ગે સૌથી પહેલા મ્યાનમાર અને ત્યાંથી ચીન પહોંચાડવામાં આવતા હતા. આ એન્ટીટીઓને ચાઈનીઝ એપ દ્વારા અથવા હવાલા નેટવર્કથી નાણાં મળતા હતા અને મોટા પાયે મની લોન્ડરિંગ થતું હતું. આખી મોડસ ઓપરેન્ડીનો ભાંડો ફુટયો ત્યાર પછી ઈડી આ તપાસમાં જોડાઈ છે

Tags :
ChinaChina newsindiaindia newsworldWorld News
Advertisement
Next Article
Advertisement