રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રક્ષાબંધને 12 હજાર કરોડનો કારોબાર, ચાઈનીઝ રાખડીઓ ગાયબ

11:04 AM Aug 19, 2024 IST | admin
Advertisement

સ્વદેશી રાખડી, મીઠાઈ, કપડાં સહિતની ગિફ્ટ આઈટમોનું ધૂમ વેચાણ, તહેવારોની સીઝનથી બજારોમાં રોનક

Advertisement

ત્યોહારો અને ધાર્મિક ઉત્સવોના દેશ ગણાતા ભારતમાં મોટા તહેવારોની સીઝનમાં વેપાર-ઉદ્યોગો ધમધમી ઉઠે છે. અને વિવિધ ક્ષેત્રના બજારોને બુસ્ટ મળે છે. તેવી જ રીતે રક્ષાબંધનના તહેવારમાં ભારતીય બજારમાં રાખડી-મીઠાઈ-કપડા અને ગિફ્ટ આઈટમોનો રૂા. 12 હજાર કરોડનો કારોબાર થયો છે.

ચાલુ વર્ષે રક્ષાબંધનની સૌથી મોટી ખાસિયત એ છે કે, ભારતીય બજારોમાંથી ચાઈનીઝ રાખડીઓ અદ્રશ્ય થઈ ગઈ છે. અને સ્વદેશી રાખડીઓનો અત્યાર સુધીનો સૌથી મોટો વ્યાપાર જોવા મળ્યો છે.

આ ઉપરાંત વિવિધ મીઠાઈ તેમજ કપડા સહિત વિવિધ ગિફ્ટ આઈટમોનું પણ ધૂમ વેચાણ થયું છે. રક્ષાબંધનના દિવસે ભાઈઓ દ્વારા બહેનોને વાહનો પણ ગિફ્ટ કરવામાં આવ્યા છે.

શ્રાવણ મહિનામાં ઘણા મહત્વના તહેવારો આવે છે, રક્ષાબંધન તેમાંથી એક છે. રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. આ દિવસે બહેન પોતાના ભાઈને રાખડી બાંધે છે અને તેના લાંબા આયુષ્યની કામના કરે છે. આ તહેવારને લઈને દેશભરમાં જોરશોરથી તૈયારીઓ થઈ રહી છે.

વર્ષોથી, ચીનની બનાવટની રાખડીઓ બજારમાંથી ગાયબ થઈ ગઈ છે કારણ કે વેપારીઓ ભારતીય બનાવટની રાખડીઓને પસંદ કરે છે. લોકોનો ઉત્સાહ જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વર્ષે રક્ષાબંધન પર માર્કેટમાં લગભગ 12 હજાર કરોડ રૂૂપિયાનો બિઝનેસ થઈ શકે છે.

વેપારીઓના સર્વોચ્ચ સંગઠન કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (ઈઅઈંઝ)એ કહ્યું છે કે આ વર્ષે રાખડીના તહેવાર પર દેશભરના બજારોમાં ઘણી ભીડ છે. રાખડીઓની માંગને ધ્યાનમાં રાખીને આ વર્ષે 12 હજાર કરોડ રૂૂપિયાનો બિઝનેસ થઈ શકે છે. ગયા વર્ષે આ આંકડો 10 હજાર કરોડ રૂૂપિયાની આસપાસ હતો. ઈઅઈંઝ મુજબ, એવો અંદાજ છે કે રક્ષાબંધનથી શરૂૂ કરીને 15 નવેમ્બરના રોજ તુલસી વિવાહ સુધી તહેવારોની સીઝન દરમિયાન બજાર 200 કરોડ રૂૂપિયાની કમાણી કરશે. 4 લાખ કરોડથી વધુનો બિઝનેસ થશે.

રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે પૂર્ણિમા તિથિ 19 ઓગસ્ટના રોજ સવારે 3:04 વાગ્યે શરૂૂ થશે અને 19 ઓગસ્ટના રોજ રાત્રે 11:55 વાગ્યે સમાપ્ત થશે.

અલગ અલગ રાજ્યોમાંથી અવનવી વેરાઈટીની રાખડીઓ

વિવિધ શહેરોમાં જાણીતી પ્રોડક્ટ્સમાંથી બનાવેલી રાખડીઓની ખાસ જાતો આ વર્ષના વેચાણમાં વધારો કરી રહી છે. જેમાં નાગપુરની ખાદીની રાખડીઓ, જયપુરની સાંગાનેરી આર્ટ રાખડીઓ, પુણેની બીજની રાખડીઓ, મધ્યપ્રદેશના સતનાની વૂલન રાખડીઓ, આદિવાસી ઉત્પાદનોમાંથી બનેલી વાંસની રાખડીઓ, આસામની ચાના પાંદડાની રાખડીઓ, કોલકાતાની શણની રાખડીઓ અને મુંબઈની સિલ્કની રાખડીઓનો સમાવેશ થાય છે.


Tags :
Chinese Rakhis are missingindiaindia newsrakhdiRakshabandhantheft
Advertisement
Next Article
Advertisement