For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉત્તરપ્રદેશના પીલીભીત-ઝાંસીમાં બે અકસ્માતમાં 12 લોકોનાં મોત

11:00 AM Dec 06, 2024 IST | Bhumika
ઉત્તરપ્રદેશના પીલીભીત ઝાંસીમાં બે અકસ્માતમાં 12 લોકોનાં મોત
Advertisement

ઉત્તર પ્રદેશમાંથી વધુ એક અકસ્માતના અહેવાલ સામે આવ્યા છે. ઝાંસી-મિરઝાપુર હાઈવે પર પ્રયાગરાજ તરફથી આવતી એક પૂરપાટ ઝડપે દોડતી બોલેરો અને ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં છ લોકો મૃત્યુ નિપજ્યા છે અને પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

અહેવાલો અનુસાર, બોલેરોમાં 11 મુસાફરો સવાર હતા જેમાં 6 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યાં હતા. જ્યારે પાંચ લોતો ઈજાગ્રસ્ત થતા તેમને સીએચસી રામનગર ખાતે દાખલ કરવામાં આવ્યા છે. મૃતકો મધ્ય પ્રદેશના છતરપુર જનપદના હોવાની જાણકારી છે.

Advertisement

તેઓ પ્રયાગરાજથી પાછા આવી રહ્યા હતા. તે સમયે ડ્રાઈવરને અચાનક ઝોંકુ આવી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

બીજા બનાવમાં પીલીભીતમાં એક ભયાનક રોડ અકસ્માત સર્જાયો હતો.જેમાં સ્પીડમાં આવતી કારે કાબુ ગુમાવ્યો અને ઝાડ સાથે અથડાઈને ખીણમાં ખાબકી હતી. આ કારમાં 11 લોકો સવાર હતા. જેમાંથી 6ના મોત થયા છે અને 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement