રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગરમી-લૂથી દશકામાં દેશમાં 10,635 મોત

11:07 AM Mar 20, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

2024નું વર્ષ છેલ્લા 14 વર્ષમાં સૌથી ગરમ; વધતા તાપમાનને લીધે દુષ્કાળ, તોફાન, પૂર જેવી આપત્તિઓમાં વધારો

સરકારી આંકડાઓ અનુસાર 2013થી 10 વર્ષના સમયગાળામાં ભારતમાં વધારે ગરમી અને લૂ લાગવાને કારણે 10635 લોકોનાં મોત થયા છે. હવામાન વિભાગ મુજબ ભારતમાં 2024નું વર્ષ છેલ્લા 14 વર્ષમાં સૌથી ગરમ વર્ષ રહ્યું હતું.સત્તાવાર આંકડાઓ અનુસાર સૌથી ગરમ અને સૌથી લાંબા લૂ સમયગાળા દરમિયાન ભારતમાં 41789 લૂનાં કેસો અને 143 લૂ સંબધિત મોત નોંધવામાં આવ્યા છે. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ ચાલુ વર્ષે પણ દેશના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્યથી વધુ મહત્તમ અને લઘુતમ તાપમાનનો અંદાજ મૂક્યો છે. આ દરમિયાન સંસદની એક સ્થાયી સમિતિએ સૂચન કર્યુ છે કે કેન્દ્ર પોતાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનમાં લૂ જેવી નવી અને ઉભરતી આપત્તિઓને સામેલ કરે.

2024 સમગ્ર વિશ્વમાં અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ હતું. વર્લ્ડ મીટીરોલોજીકલ ઓર્ગેનાઈઝેશન (ઠખઘ) નો અહેવાલ સૂચવે છે કે 2024 માં પૂર્વ-ઔદ્યોગિક સમયગાળા (1850-1900) ની સરખામણીમાં પ્રથમ વખત તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસની પલક્ષ્મણ રેખાથને પાર કરશે. આ સમયગાળા દરમિયાન પૃથ્વીની સપાટી સરેરાશ કરતાં 1.55 ડિગ્રી સેલ્સિયસ વધુ ગરમ રહી. તેનું કારણ ગ્રીનહાઉસ વાયુઓમાં ઝડપી વધારો અને મોસમી ઘટના લા નીના (ઠંડા સમુદ્રની સપાટી) થી અલ નીનો (ગરમ દરિયાની સપાટી) માં ફેરફાર હતો. વધતા તાપમાનને કારણે દુષ્કાળ, તોફાન, પૂર જેવી આત્યંતિક હવામાન આપત્તિઓની ઘટનાઓ વધી રહી છે. તેની અસર ખાદ્ય સંકટના રૂૂપમાં જોવા મળી રહી છે.

મહાસાગરોમાં વધી રહેલી ગરમીએ નવા રેકોર્ડ બનાવ્યા છે. હકીકતમાં, ગ્રીનહાઉસ વાયુઓ દ્વારા ફસાયેલી 90% ગરમી સમુદ્રમાં સમાપ્ત થાય છે. વર્ષ 2024માં 65 વર્ષમાં સમુદ્રી ગરમી તેની ટોચે પહોંચી જશે. ડેટા દર્શાવે છે કે 1960 થી 2005 ના સમયગાળાની તુલનામાં મહાસાગરો બમણા દરે ગરમ થઈ રહ્યા છે. જેના કારણે હિમનદીઓ પીગળી રહી છે. સેટેલાઇટ મોનિટરિંગ શરૂૂ થયું ત્યારથી સમુદ્રનું સ્તર બમણું થઈ ગયું છે.

8 લાખ વર્ષોમાં સૌથી વધુ કાર્બન ડાયોક્સાઇડ

વાતાવરણમાં હાજર કાર્બન ડાયોક્સાઇડ મિથેન અને નાઈટ્રસ ઓક્સાઇડનું સ્તર 8 લાખ વર્ષમાં સૌથી વધુ છે. આ વાયુઓમાં વધારો વર્ષ 2024માં પણ ચાલુ રહેશે. જો વર્ષ 1750ની સરખામણી કરીએ તો તેમાં 151%નો વધારો થયો છે. કારણ કે કાર્બન ડાયોક્સાઇડ પેઢીઓ સુધી વાતાવરણમાં ટકી શકે છે. આવી સ્થિતિમાં, તે લાંબા સમય સુધી ગરમી જાળવી રાખે છે, જે ગ્લોબલ વોર્મિંગનું મુખ્ય કારણ છે.

ભારત એશિયાનો 5મો સૌથી ગરમ દેશ છે
ક્લાઈમેટ સેન્ટ્રલના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ડિસેમ્બર 2024થી ફેબ્રુઆરી 2025 વચ્ચે વિશ્વમાં દર પાંચમાંથી એક વ્યક્તિએ ભારે ગરમીનો સામનો કર્યો છે. આબોહવા પરિવર્તનને કારણે વિશ્વભરમાં 39.40 કરોડ લોકોને 30 દિવસ કે તેથી વધુ સમય સુધી ભારે ગરમીનો સામનો કરવો પડ્યો હતો. એશિયામાં સરેરાશ તાપમાન સૌથી ઝડપથી વધી રહેલા 10 દેશોમાં ભારત 5માં નંબરે છે. ડિસેમ્બર 2024 થી ફેબ્રુઆરી 2025 સુધીમાં, દેશભરના 12 રાજ્યોમાં રહેતા 35.80 કરોડ લોકોએ દરરોજ સામાન્ય કરતાં વધુ ગરમીનો સામનો કર્યો છે.

Tags :
heatheatwaveindiaindia newsSummer
Advertisement
Advertisement