મહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીમાં ભાજપના 100 ઉમેદવાર બિનહરીફ
મહારાષ્ટ્રની નગર પરિષદ અને નગર પંચાયતની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ જબરદસ્ત સરસાઈ મેળવવાનો દાવો કર્યો છે. ઉમેદવારી પાછી ખેંચવાની અંતિમ તારીખે, પાર્ટીના 100 નગરસેવકો અને 3 ચેરમેન નિર્વિરોધ ચૂંટાયા. આનો અર્થ એ છે કે ચૂંટણી મુકાબલો શરૂૂ થાય તે પહેલા જ ભાજપે એક મોટો સ્કોર બનાવી દીધો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવીન્દ્ર ચવ્હાણે આ જીતની માહિતી આપી હતી.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવીન્દ્ર ચવ્હાણના મતે પીએમ મોદી અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ પર જનતાએ વિશ્વાસ મૂક્યો છે. પાર્ટીના નેતાઓ દાવો કરે છે કે ભાજપની નીતિઓ અને વિકાસના વચનોએ એટલો પ્રભાવ પાડ્યો કે ઘણી જગ્યાએ વિપક્ષે ચૂંટણીમાં ઊભા રહેવાની હિંમત પણ ન બતાવી.
નિર્વિરોધ જીતના આંકડા રાજ્યના વિવિધ ભાગોમાંથી પ્રાપ્ત થયા છે. સૌથી વધુ બેઠકો ઉત્તર મહારાષ્ટ્ર અને પશ્ચિમ મહારાષ્ટ્રમાંથી જીતવામાં આવી છે. જેમાં ઉત્તર મહારાષ્ટ્ર: 49, પશ્ચિમ મહારાષ્ટ્ર: 41, કોંકણ: 4, મરાઠવાડા: 3, વિદર્ભ: 3. આ આંકડાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે ઉત્તર અને પશ્ચિમ મહારાષ્ટ્રમાં ભાજપની પકડ મજબૂત બની રહી છે.