ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કર્ણાટકમાં ટીપરવાન સાથે ટ્રક અથડાઈને ખીણમાં પડતાં 10નાં મોત

11:30 AM Jan 22, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

કર્ણાટકના ઉત્તરા કન્નડ જિલ્લામાં યાલાપુરા હાઈવે પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. અહીં ગુલાબપુરામાં શાકભાજી લઈને જતી ટ્રકે કાબુ ગુમાવ્યો હતો અને ટ્રિપર સાથે અથડાઈ હતી, જેના કારણે ટ્રકના ટુકડા થઈ ગયા હતા. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે અને 15 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત સવારે લગભગ 4 વાગે થયો હતો.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે શાકભાજીની ટ્રક જેમાં તેઓ મુસાફરી કરી રહ્યા હતા તે બુધવારે વહેલી સવારે 50 મીટર ઊંડી ખીણમાં પડી હતી.

પીડિત, તમામ ફળ વિક્રેતાઓ, સાવનુરથી નીકળી ગયા હતા અને ફળો વેચવા માટે યાલાપુરાના મેળા તરફ જઈ રહ્યા હતા. ઉત્તરા કન્નડના પોલીસ અધિક્ષક એમ નારાયણે જણાવ્યું કે તેઓ સાવનુર-હુબલી રોડ પર મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે એક જંગલ વિસ્તારમાં અકસ્માત થયો હતો.

નારાયણે મીડિયાને કહ્યું, પસવારે લગભગ 4 વાગ્યે, ટ્રક ડ્રાઈવર બીજા વાહનને રસ્તો આપવાનો પ્રયાસ કરતી વખતે ડાબી બાજુ ગયો અને લગભગ 50 મીટર ઊંડી ખીણમાં ટ્રક પડી હતી. તેમણે કહ્યું કે ઘાટીમાં રસ્તા પર કોઈ સુરક્ષા દિવાલ નથી. અધિકારીએ કહ્યું, 10 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા અને 15 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. ઘાયલોને હુબલીની ઊંઈંખજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Tags :
accidentdeathindiaindia newsKarnatakaKarnataka News
Advertisement
Next Article
Advertisement