For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમરાવતીમાં પોલીસ સ્ટેશન પર પથ્થરમારો 10 પોલીસ ઘવાયા, અનેક વાહનોને નુકસાન

04:26 PM Oct 05, 2024 IST | Bhumika
અમરાવતીમાં પોલીસ સ્ટેશન પર પથ્થરમારો 10 પોલીસ ઘવાયા  અનેક વાહનોને નુકસાન
Advertisement

લાઠીચાર્જ-ટીયરગેસ છોડાયો, મુસ્લિમ ધર્મગુરુ વિરૂદ્ધ નિવેદન બાદ ભડકો

મહારાષ્ટ્રના અમરાવતીમાં ભારે હંગામો થયો છે. વિરોધ કરી રહેલા લઘુમતી સમુદાયના લોકોએ નાગપુરી ગેટ પોલીસ સ્ટેશન પર ભારે પથ્થરમારો કર્યો હતો.જેના કારણે અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. પથ્થરમારામાં પોલીસના અનેક વાહનો અને બાઇકને નુકસાન થયું છે. ભીડને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ ઉપરાંત પોલીસે ટીયર ગેસના શેલ પણ છોડ્યા હતા. સ્થળ પરના તણાવને જોતા પોલીસ કમિશનરે નાગપુરી ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીએનએસની કલમ 163 હેઠળ ભેગા થવા પર પ્રતિબંધનો આદેશ જારી કર્યો હતો.

Advertisement

મળતી માહિતી મુજબ યુપીના મહંત યતિ નરસિમ્હાનંદ મહારાજ દ્વારા મુસ્લિમ ધર્મગુરુ વિરુદ્ધ આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદન બાદ અમરાવતીમાં તણાવ વધી ગયો છે . શનિવારે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા સાથે જોડાયેલા લઘુમતી સમુદાયના લોકોએ નાગપુરી ગેટ પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો અને કાર્યવાહીની માંગ સાથે પ્રદર્શન કર્યું હતું. જ્યારે કેટલાક બદમાશોએ પોલીસ સ્ટેશન અને ત્યાં હાજર પોલીસકર્મીઓ પર પથ્થરમારો કર્યો ત્યારે સ્થિતિ વણસી ગઈ. આ ઘટનામાં 8 થી 10 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. પોલીસના ચારથી પાંચ મોટા વાહનો અને 10થી 15 મોટરસાઈકલની તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું છે.

પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે વધારાના દળો બોલાવ્યા અને ભીડને કાબૂમાં લેવા લાઠીચાર્જ કર્યો. ટીયર ગેસના શેલ પણ છોડવામાં આવ્યા હતા. લગભગ એક કલાકના હોબાળા બાદ સ્થિતિ કાબુમાં આવી હતી. નાગપુરી ગેટ વિસ્તારમાં વધી રહેલા તણાવને કારણે પોલીસે જમાબંધી લગાવી દીધી છે. પોલીસ કમિશનર નવીન ચંદ્ર રેડ્ડીએ આદેશ જારી કર્યો અને કહ્યું કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ સાવચેતીના પગલા તરીકે પોલીસ દળોને તૈનાત કરવામાં આવ્યા છે.

ઘટના બાદ પોલીસે પથ્થરમારો અને તોડફોડ કરનારા અસામાજિક તત્વોની ઓળખ કરવાનું શરૂૂ કર્યું છે. તમામ મુખ્ય પોલીસ અધિકારીઓ અને અમરાવતીના ગ્રામીણ એસપીની ટીમો પણ સ્થળ પર તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત સુરક્ષાના કારણોસર એસઆરપીની બે પ્લાટુન પણ તૈનાત કરવામાં આવી છે. હાલમાં નાગપુરી ગેટ અને આસપાસના વિસ્તારોમાં તણાવપૂર્ણ શાંતિ છે. પોલીસ કમિશનર નવીન ચંદ્ર રેડ્ડીએ જણાવ્યું હતું કે આ ઘટનાના દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને ટૂંક સમયમાં વાતાવરણ બગાડનારા અસામાજિક તત્વોની ધરપકડ કરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement