For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મનીષ મલ્હોત્રાની ઉલ જલૂલ ઇશ્કમાં દેખાશે નસીરુદ્દીન, ફાતિમા ને વિજય વર્મા

12:31 PM Jan 09, 2024 IST | Bhumika
મનીષ મલ્હોત્રાની ઉલ જલૂલ ઇશ્કમાં દેખાશે નસીરુદ્દીન  ફાતિમા ને વિજય વર્મા

નસીરુદ્દીન શાહ, વિજય વર્મા અને ફાતિમા સના શેખ બહુ જલદી મનીષ મલ્હોત્રાના પ્રોજેક્ટ ઉલ જલૂલ ઇશ્કમાં જોવા મળવાના છે. આ ફિલ્મને મનીષ મલ્હોત્રાના પ્રોડક્શન હાઉસ સ્ટેજ ફાઇવ પ્રોડક્શન્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે અને વિભુ પુરી એને ડિરેક્ટ કરશે. આ ફિલ્મમાં વિશાળ ભારદ્વાજ અને ગુલઝારનું પણ ઇન્વોલ્વમેન્ટ જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ નવમી જાન્યુઆરીથી શરૂૂ થવાનું છે. આ વિશે મનીષ મલ્હોત્રાએ ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરીને કેપ્શન આપી હતી કે બેવકૂફિયાં, નાદાન ગલતિયાં, બડી ભૂલ હૈ ઇશ્ક. સચ પૂછિએ તો મેરે હઝૂર ઉલ જલૂલ હૈ ઇશ્ક. સ્ટેજ ફાઇવ પ્રોડક્શન્સની ત્રીજી ફિલ્મની જાહેરાત કરવાની મને ખુશી છે. અલ જલૂલ ઇશ્ક એક ખૂબ જ સુંદર ફિલ્મ છે. આ ફિલ્મને વિભુ પુરી દ્વારા લખવામાં આવી છે અને તે જ ડિરેક્ટ પણ કરવાનો છે. નસીરુદ્દીન શાહ, વિજય વર્મા, ફાતિમા સના શેખ અને શારિબ હાશ્મી જેવા ટેલન્ટેડ ઍક્ટર્સ સાથે એનું શૂટિંગ નવમી જાન્યુઆરીએ કરવામાં આવશે. ગુલઝાર અને વિશાલ ભારદ્વાજ સાથે કામ કરવું એ ગર્વની વાત છે જેને દિનેશ મલ્હોત્રાએ પ્રોડ્યુસ કરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement