For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કચ્છની લૂના ક્રેટરની તસવીર જાહેર કરતું નાસા

11:10 AM Apr 29, 2024 IST | Bhumika
કચ્છની લૂના ક્રેટરની તસવીર જાહેર કરતું નાસા

NASAએ ગુજરાતના કચ્છમાં આવેલા લૂના ક્રેટરની આકર્ષક તસવીર શેર કરી છે. અમેરિકી અંતરિક્ષ એજન્સીએ આ લૂના ક્રેટરની તસવીર 24 ફેબ્રુઆરીએ લેન્ડસેટ 8 ઉપગ્રહની મદદથી કેપ્ચર કરી હતી. નાસાએ પોતાની એક પોસ્ટમાં જણાવ્યું કે લેન્ડસેટ 8 ઉપગ્રહ પર રહેલા ઓપરેશનલ લેન્ડ કેમેરા (ઓએલઆઇ)નો ઉપયોગ કરીને આ તસવીર કેપ્ચર કરી છે.નાસાએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, તમે ક્લેયર ડી લૂના અંગે તો સાંભળ્યું છે. આ લૂનાની તસવીરને લેન્ડસેટ 8 ઉપગ્રહની મદદથી ફેબ્રુઆરી 2024માં કેપ્ચર કરવામાં આવી છે. ભારતીય વૈજ્ઞાનિકોને શંકા હતી કે ઉલ્કાપિંડ પૃથ્વી પર પડ્યા બાદ લૂના ક્રેટર બન્યું હતું. જો કે હજુ તેની પુષ્ટિ નથી થઈ કે અંતરિક્ષની બહારની કોઈ વસ્તુ કારણે આવું બન્યું હતું. સાઈટ પર જોવા મળેલા અવશેષોના રેડિયોકાર્બન ડેટિંગ કરાયા જે બાદ ટીમને ખ્યાલ આવ્યો કે આજથી 6900 વર્ષ પહેલા ઉલ્કાપિંડના પ્રભાવથી આવું બન્યું હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement