For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબી પાસેથી 1.50 કરોડનું નશાકારક સિરપ ઝડપાયું

12:06 PM Mar 04, 2024 IST | admin
મોરબી પાસેથી 1 50 કરોડનું નશાકારક સિરપ ઝડપાયું
  • રંગપર નજીક ગોડાઉનમાં મોડીરાત્રે એલસીબીનો કાફલો ત્રાટકયો: નશાકારક સિરપ ત્રિપુરાથી આવી હતી: સૂત્રધાર સહિત ત્રણની ધરપકડ

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે ત્યારે પ્યાસીઓની પ્યાસ બુજાવવા માટે ધંધાર્થીઓ નતનવા નુસખા અપનાવી રહ્યાં છે. બહારના રાજ્યોમાંથી મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઠલવાઈ રહ્યો છે ત્યારે હવે બુટલેગરો દ્વારા આયુર્વેદિક ટોનિકના નામે નશાકારક પીણુ બહારના રાજ્યોમાંથી મગાવી ગુજરાતમાં બેરોકટોક વેચાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે ગઈકાલે રાત્રે મોરબી એલસીબીને મળેલી ચોક્કસ બાતમીના આધારે રંગપર નજીક ગોડાઉનમાં છાપો મારી દોઢ કરોડની કિંમતની 90 હજાર બોટલ કોડીન સીરપનો જથ્થો મળી આવતાં ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસની તપાસમાં ત્રિપુરાથી નશાકારક સીરપ મંગાવવામાં આવી હતી આ અંગે પોલીસે એનડીપીએસ એકટ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Advertisement

મોરબીના રંગપર નજીક આવેલ ગોડાઉનમાં છેલ્લા 10 દિવસથી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાની એલસીબીના પીઆઈ દીપક ઢોલને મળેલી ચોક્કસબાતમીના આધારે મોડીરાત્રે પોલીસ કાફલા સાથે રંગપર નજીક આવેલ ગોડાઉનમાં છાપો માર્યો હતો. પોલીસના દરોડા દરમિયાન ગોડાઉનમાંથી નશાકારક કોડીન સીરપની 90 હજાર બોટલ મળી આવતાં પોલીસે દોઢ કરોડની નશાકારક સીરપનો જથ્થો કબજે કર્યો હતો.
આ ઉપરાંત ટ્રક પણ કબજે કરવામાં આવ્યો છે.

પોલીસે ગોડાઉનમાંથી સુત્રધાર મનીષ પટેલ અને રવિ પટેલ અને ત્રિપુરાના ટ્રક ચાલકની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે પોલીસે ત્રણેય આરોપીઓ સામે એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી પોણા બે કરોડનો મુદ્ધામાલ કબજે કર્યો છે.પોલીસની પુછપરછમાં છેલ્લા દસ દિવસથી ત્રિપુરાની ફેકટરીમાંથી નશાકારક સીરપ મોરબી મંગાવી ગામડાઓમાં પાન અને કોલ્ડ્રીંકસની દુકાને નશાકારક સીરપનું બેરોકટોક વેચાણ કરતાં હોવાનું બહાર આવ્યું છે.
આ કામગીરી મોરબી એલસીબીના પીઆઈ દીપક ઢોલ સહિતના સ્ટાફે કરી નશાકારક સીરપ કાંડમાં વધુ આરોપીઓની સંડોવણીની શંકાએ સઘન પુછપરછ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement