For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નાંદેડ IT રેડ; 8 કિલો સોનું, 14 કરોડની રોકડ સહિત 170 કરોડની બિનહિસાબી મિલકત મળી

11:15 AM May 15, 2024 IST | Bhumika
નાંદેડ it રેડ  8 કિલો સોનું  14 કરોડની રોકડ સહિત 170 કરોડની બિનહિસાબી મિલકત મળી
Advertisement

મહારાષ્ટ્રના નાંદેડ શહેરમાં આવકવેરા વિભાગે મોટી કાર્યવાહી કરી છે. અહીં આઈટીની ટીમે ભંડારી ફાયનાન્સ અને આદિનાથ મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ બેંક અને ભંડારી ફાયનાન્સ પર દરોડા પાડ્યા હતા. આ સમયગાળા દરમિયાન કરોડોની બિનહિસાબી સંપત્તિ મળી આવી છે, જેને આવકવેરા વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવી છે. ઓપરેશન દરમિયાન મોટી માત્રામાં રોકડ મળી આવી હતી, જેની ગણતરી કરવામાં 14 કલાકનો સમય લાગ્યો હતો.

આવકવેરા વિભાગની આ કાર્યવાહી 72 કલાક સુધી ચાલુ રહી. દરોડામાં વિભાગને ભંડારી પરિવાર પાસેથી 170 કરોડ રૂૂપિયાની બિનહિસાબી સંપત્તિ મળી આવી છે. આ સિવાય 8 કિલો સોનું મળી આવ્યું છે. આવકવેરા વિભાગે 170 કરોડ રૂૂપિયાની બિનહિસાબી સંપત્તિ શોધી કાઢી છે, જે જપ્ત કરવામાં આવી છે. દરોડા દરમિયાન મળી આવેલી 14 કરોડની રોકડની ગણતરી કરવામાં અધિકારીઓને લગભગ 14 કલાક લાગ્યા હતા. આ કાર્યવાહીથી ફાયનાન્સ વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો.

Advertisement

ભંડારી પરિવારના વિનય ભંડારી, સંજય ભંડારી, આશિષ ભંડારી, સંતોષ ભંડારી, મહાવીર ભંડારી અને પદમ ભંડારી નાંદેડમાં ખાનગી ફાઇનાન્સનો મોટો બિઝનેસ ધરાવે છે. અહીં આવકવેરા વિભાગને કરચોરીની ફરિયાદ મળી હતી. જેના કારણે છ જિલ્લા પુણે, નાશિક, નાગપુર, પરભણી, છત્રપતિ સંભાજીનગર અને નાંદેડના આવકવેરા વિભાગના સેંકડો અધિકારીઓએ સંયુક્ત દરોડા પાડ્યા હતા. શુક્રવારે, 10 મેના રોજ, ટીમે નાંદેડમાં ભંડારી ફાઇનાન્સ અને આદિનાથ કોઓપરેટિવ બેંક પર દરોડા પાડ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement