For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જમૈકા કબૂતરબાજીમાં ચાર ગુજરાતી એજન્ટોના નામ ખુલ્યા

11:39 AM May 10, 2024 IST | Bhumika
જમૈકા કબૂતરબાજીમાં ચાર ગુજરાતી એજન્ટોના નામ ખુલ્યા
Advertisement

અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરે તે પહેલાં જમૈકામાં ઝડપાયેલ 75 ગુજરાતીઓ સહિત 253 ભારતીયોને ફરી દુબઈ ધકેલી દેવાયા, ભારતીય એજન્સીઓ પણ એલર્ટ

ભારતથી વાયા દુબઈ થઈને અમેરિકા ઘુસણખોરી માટે જઈ રહેલ 253 ભારતીયો સાથેનું આખુ વિમાન કેરેબિયન ટાપુ જમૈકામાં ઝડપાયા બાદ સતત એક અઠવાડિયા સુધી તમામ મુસાફરોની પુછપરછ અને ડોક્યુમેન્ટ્સની ચકાસણી બાદ ગઈકાલે તમામ 253 મુસાફરોને જમૈકા સરકારે પરત દુબઈ ધકેલી દીધા હોવાનું જાણવા મળે છે. આ મુસાફરો વહેલી સવારે દુબઈ પહોંચ્યા છે, હવે ગુજરાતી-પંજાબીઓ સહિતના ભારતીય નાગરિકો પરત ભારત આવે ત્યાર બાદ ભારતીય એજન્સીઓ દ્વારા તેમની પુછપરછ કરવામા આવનાર છે.

Advertisement

બીજી તરફ આ કબુતર બાજીમાં ગુજરાતના ચાર એજન્ટોના નામ ખુલતા સ્થાનિક પોલીસે ઉતરગુજરાતના ઘનશ્યામ અને હસમુખ કટ્ટી સહિતના એજન્ટોની શોધખોળ શરૂ કરી છે.

અમેરિકા, બ્રિટન, કેનેડા જવા માટે ગુજરાતીઓ પડાપડી કરી રહ્યાં છે. આ વચ્ચે હવે તેઓ વિદેશમાં જવાના ગેરકાયદેસર રસ્તા અપનાવી રહ્યા છે. અમેરિકામાં ગેરકાયદે ઘુસવા જતા ભારતીયોનું એક વિમાન જમૈકા એરપોર્ટ રોકી દેવાયું હતું. આ શંકાસ્પદ વિમાનમાં કુલ 253 મુસાફર હતા, જેમાં 75 ગુજરાતીઓઅને 172 પંજાબીઓ હોવાનું ખુલ્યું હતું. મોટાભાગના મુસાફરો ઉત્તર ગુજરાત, મહેસાણાના છે. જેમાં મહેસાણાના શંકરપુરા ગામના એજન્ટોની સંડોવણી બહાર આવી છે. એજન્ટ ઘનશ્યામ અને હસમુખ કટ્ટીની પણ સંડોવણી હોવાની માહિતી છે.
એજન્ટ રવિ મોસ્કો અને બોબી બ્રાઝિલ સંડોવાયેલા હોવાનું જાણવા મળે છે. તેમજ તમામ પ્રવાસીઓને અટકાયતમાં લઈને પૂછપરછ માટે હોટલમાં લઈ જવામાં આવ્યા. ટૂરિસ્ટ વિઝાના નામે ગુજરાત સહિત દેશભરમાંથી લોકોને અમેરિકા લઈ જવાના વધુ એક ષડયંત્રનો પર્દાફાશ થયો છે. થોડા મહિનાઓ પહેલાં પણ, અમેરિકા પહોંચવા માંગતા પ્રવાસીઓથી ભરેલું એક આખું વિમાન જપ્ત કરવામાં આવ્યું હતું, ડિફ્લેટ કરીને ભારત પરત મોકલવામાં આવ્યું હતું.

આ પ્લેનમાં 253 લોકો સવાર હતા જેમાંથી 150થી વધુ ભારતીયો હતા અને તેમાં પણ ગુજરાતીઓ અને પંજાબીઓ વધુ હતા. આ ઉપરાંત ઉઝબેકિસ્તાનના પણ નાગરિકો હતા. આ ઘટના જો કે લગભગ 6 દિવસ પહેલાની છે. મળતી માહિતી મુજબ જમૈકાના કેપિટલ સિટી કિંગ્સ્ટનમાં આવેલા નોર્મન મેન્લી એરપોર્ટ પર 2 મેના રોજ એક ફ્લાઈટ લેન્ડ થઈ હતી. એરપોર્ટ પરના અધિકારીઓને પૂછપરછ દરમિયાન તેમના પર શંકા ગઈ હતી. આ તમામ મુસાફરો ગેરકાયદે અમેરિકામાં પ્રવેશવા ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
હાલમાં તમામ મુસાફરોને જમૈકા એરપોર્ટ પરથી જ દુબઇ પાછા મોકલી દેવાયા હતા. આ પહેલા તેમને હોટલમાં રોકીને તપાસ શરૂૂ કરવામાં આવી હતી. અમેરિકામાં ગેરકાયદે ઘૂસવા માટે વિવિધ દેશના વિઝિટર વિઝા લઈને એક અથવા બીજા દેશમાં ભારતીય મુસાફરો પહોંચતા હોય છે. ત્યાંથી અમેરિકાની બોર્ડર પર પહોંચીને જમીન અથવા દરિયાઈ માર્ગે મુસાફરો અમેરિકામાં ઘૂસતાં હોવાનું ખુલ્યું છે.

ઉલ્લેખનીય છે કે જમૈકા એ એક નાનું કેરેબિયન ક્ધટ્રી છે. ઘણા કબૂતરબાજો અમેરિકામાં ઘૂસવા માટે અમેરિકાની નીચે આવેલા નાના દેશોના વિઝિટર વિઝા લે છે, જે સરળતા મળતા હોય છે. જમૈકા પણ આવો જ એક દેશ છે. અહીં પહોંચી ગયા બાદ તેઓ કોઈપણ રીતે દરિયા કે જમીનના રસ્તે મેક્સિકો સુધી પહોંચે છે અને ત્યાંથી અમેરિકામાં ઘૂસે છે.

વર્ષ 2023માં દુબઈથી ગેરકાયદે વિમાન ભાડે કરીને અમેરિકા જતા 260 ભારતીયો સાથે 300 જેટલા લોકોને ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર ફ્યુલ પુરાવતા સમયે સ્થાનિક પોલીસે શંકાને આધારે ઝડપી લીધા હતા. આ 260 ભારતીયો પૈકી 66 જેટલા ગુજરાતી હતા. કબૂતરબાજીના ગુજરાતના સૌથી મોટા કૌભાંડમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા તપાસ શરૂૂ કરાઈ હતી, જેમાં તમામ ગુજરાતીઓની પૂછપરછમાં 15 એજન્ટના નામ ખૂલ્યા હતાં. આ લોકોએ અમેરિકામાં ગેરકાયદે ઘૂસવા વ્યક્તિદીઠ રૂૂ. 80 લાખની ડીલ નક્કી કરી હતી.

ચાર્ટર્ડ ફ્લાઈટમાં ભારતીયો જમૈકા ફરવા ગયા હતાં: વિદેશ મંત્રાલયની સ્પષ્ટતા

સમગ્ર ઘટનાક્રમ પર ભારતીય વિદેશી મંત્રાલયના પ્રવકતા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, 2 મેના રોજ જર્મની રજીસ્ટ્રેશનવાડી ચાર્ટડ ફ્લાઈટ દૂબઈથી જમૈકાની રાજધાની કિંગસ્ટન ગઈ હતી જે ટુરીઝમ માટે ગઈ હતી અને ત્યાં તે લોકોના હોટલ બુકિંગ્સ પણ હતા પરંતુ જમૈકાની સરકારને આ લોકો પ્રવાસીઓ જેવા ન લાગતા તેમણે ફ્લાઈટને પાછી મોકલી આપી હતી. તેમણે જતા પહેલા ત્યાંના બધા ટ્રાવેલ બુકિંગ પણ કરાવેલા હતાં

Advertisement
Tags :
Advertisement
Advertisement