For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કચ્છમાં 5200 વર્ષ પહેલાં દટાયેલા મડદાં મળતાં રહસ્ય ઘેરાયું

12:16 PM Apr 08, 2024 IST | Bhumika
કચ્છમાં 5200 વર્ષ પહેલાં દટાયેલા મડદાં મળતાં રહસ્ય ઘેરાયું
  • લખતર તાલુકાના ખટિયામાં હડપ્પન સંસ્કૃતિના અવશેષો મળી આવતા ભારે કુતૂહલ

કચ્છની ધીંગી ધરાના પેટાળમાં નગરોના નગરો દટાયેલા પડ્યાં છે. સમયાંતરે ખોદકામમાં આવા નગરો ખુલ્લાં પડતાં હોય છે. હવે કચ્છમાંથી હજારો વર્ષ જુનું વધું એક પ્રાચીન નગર ના અવશેષો મળ્યાં છે. લખપત તાલુકાના ખટિયામાં પડદા બેટમાં 5200 વર્ષ જૂના હડપ્પા સભ્યતાના અવશેષો મળી આવ્યાં છે. સાથે રેતિયા પથ્થરમાંથી બનેલા ગોળ અને લંબચોરસ આકારના મકાનના પાયા પણ હાથ લાગ્યા છે.

Advertisement

કેરાલા યુનિવર્સિટીના પુરાત્વીય વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.અભયન જી.એસ. અને ડો. રાજેશ એસ.વી.ના માર્ગદર્શન હેઠળ ફેબ્રઆરીથી માર્ચ 2024 દરમિયાન ખોદકામ કરાયું હતું.
ખોદકામમાં ગોળ અને લંબચોરસ આકારના બે મકાનના પાયાના અવશેષો મળ્યા છે. જે સ્થાનિક રેતિયા પથ્થરમાંથી બનાવાયા છે. આ સિવાય માટીના વાસણના ટુકડા પણ મળ્યા છે. જેમાં નાના અને મોટા માટલાઓ મળ્યા છે. તો અનેક વાસણો પણ મળ્યા છે સાથે સાથે સેમી પ્રેશિયસ સ્ટોન પણ મળ્યા છે. તો હેમર સ્ટોન અને ગ્રાઇન્ડીંગ સ્ટોન પણ મળ્યા છે. તો ગાય અને બકરી જેવા પ્રાણીઓના હાડકાના ટુકડાના અવશેષો પણ સંશોધન દરમિયાન મળી આવ્યા હતા.આ સાઈટ જોઈને કહી શકાય છે કે આ 5700 વર્ષ જૂની હડપ્પન સંસ્કૃતિની સાઇટ છે.આ વિસ્તારમાં ખોદકામ કરતાં એક જુનું કબ્રસ્તાન પણ મળ્યું છે સાથે કેટલાક હાડપિંજરો પણ મળ્યાં છે. 5700 વર્ષ પહેલા અહીં પશુપાલકો રહેતા હતા અને સમય જતાં અહીંની જ માટીમાં દફન થઈ ગયાં હશે. પથ્થર, માટીમાંથી બનાવેલા મણકા, મોતી, ગાય, ભેંસ, ઘેટાં-બકરા, શીપ, છીપલા, તાંબાના પણ અવશેષો અહીં હડપ્તા સભ્યતા સાથે સામ્યતા ધરાવતા વાસણોના અવશેષોની સાથે વિશિષ્ટ પ્રકારની માટીના વાસણો પણ મળી આવ્યા છે.

ગુજરાતમાં 4 મહિનામાં ત્રીજા પ્રાચીન નગરના અવશેષો મળ્યાં

Advertisement

2024ના વર્ષમાં ગુજરાતમાં 4 મહિનામાં ત્રીજું પ્રાચીન નગર મળ્યું છે. 17 જાન્યુઆરીના રોજ વડનગરમાં 2800 વર્ષ જુનું નગર મળ્યું હતું જેના એક મહિના બાદ ફેબ્રુઆરીમાં ધોળાવીરાની નજીક બીજું નગર મળ્યું છે. ધોળાવીરાથી 51 કિમી દૂર લોદ્રાણી ગામમાં 4500 વર્ષ જુનું નગર મળ્યું છે. હકીકતમાં સોનાની આશાએ લોદ્રાણીના લોકો છેલ્લાં 5 વર્ષથી ગામમાં જ્યાં ત્યાં ખોદતાં હતા અને આ ખોદાકામ દરમિયાન તેમને પ્રાચીન નગરના અવશેષો મળી આવ્યાં હતા. માહિતી મળતાં અજઈંના પૂર્વ પૂર્વ એડીજી અને પુરાતત્વવિદ્ અજય યાદવ અને ઓક્સફર્ડની સ્કૂલ ઓફ આર્કિયોલોજીના પ્રોફેસર ડેમિયન રોબિન્સન લોદ્રાણી ગામમાં પહોંચ્યાં હતા અને સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement