For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મારા પિતાની હત્યા થઇ છેે, મારી માતાને કાંઇ થશે તો ડો.હેમાંગ વસાવડા જવાબદાર

03:37 PM May 16, 2024 IST | Bhumika
મારા પિતાની હત્યા થઇ છેે  મારી માતાને કાંઇ થશે તો ડો હેમાંગ વસાવડા જવાબદાર
Advertisement

ઢેબર રોડ ખાતે ભકિતનગર સોસાયટીમાં મધુકુંજ નામના મકાનમાં રહેતા કોંગી આગેવાન ડો.હેમાંગ વસાવડા ગઈ માર્ચ 2022માં દીપાલીબેન નિલેશભાઈ જોશી નામના મહિલા વિરૂૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.આ બનાવમાં સામેલ આરોપી દિપાલીબેન ધરપકડ સામે હાઇકોર્ટમાંથી સ્ટે લઈ આવ્યા હતા અને સ્ટે ઉઠી જતા તાલુકા પોલીસનો સ્ટાફ તેમને પકડવા જતા પેરાસીટેમોલની વધુ પડતી ગોળીઓ પી જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.ત્યારે આજે તેમની પુત્રીનો ડો.વસાવડા સામે ગંભીર આક્ષેપો સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અગાઉ માર્ચ 2022માં ડો.વસાવડાની ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે,મોટા મોવા ગામ ખાતે સર્વે નંબર 178ના પ્લોટ નંબર 2થી 5 તથા 10થી 14 પર બાંધવામાં આવેલા રૂૂચિ એપાર્ટમેન્ટમાં ડોક્ટર હેમાંગના 2 ફ્લેટ છે.બંને ફ્લેટની કુલ કિંમત આશરે 32 લાખ રૂૂપિયા જેટલી હતી.

દીપાલીબેન જોશીએ આ ફ્લેટ્સમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ મેળવીને રહેણાંક કરીને તેને પચાવી પાડ્યા હતા.આરોપી મહિલાના પતિ નિલેશ જોશી કે જે બોન્ડ રાઈટર હતા અને તેઓએ આ ફ્લેટમાં આપઘાત કરી લીધો હતો.તેણે બંને ફ્લેટ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરતા તેને ફ્લેટ બતાવવામાં આવ્યો હતો.ત્યારબાદ તેણે પત્ની વગેરેને ફ્લેટ બતાવવા માટે ચાવી માગી હતી. જે અપાયા બાદ તેમાં તેણે રહેવાનું શરૂૂ કરી દીધું હતું.બાદમાં તાલુકા પોલીસે દિપાલીબેન સામે ગુનો દાખલ કર્યો હતો.દીપાલીબેનની પોલીસ ધરપકડ કરે તે પહેલાં વધુ પડતી પેરાસીટેમોલની ગોળીઓ પી લેતા તેઓની તબિયત લથડી હતી અને તેઓને સારવાર માટે સિવિલમાં ખસેડાયા હતા.આ મામલે પીઆઇ હરિપરાએ જણાવ્યું હતું કે તેઓ વિરુદ્ધ નોંધાયેલી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદમાં દીપાલીબેન હાઇકોર્ટમાંથી ધરપકડ સામે સ્ટે લઈ આવ્યા હતા અને બાદમાં આ સ્ટે હટી જતા પોલીસ દિપાલીબેનની ધરપકડ કરવા જતા તેઓએ આ પગલું ભરી લીધું હતું.

Advertisement

આ ઘટનામાં સોશિયલ મીડિયામાં દીપાલીબેનની પુત્રી એન્જલ નિલેસભાઈ જોશીનો વીડિયો વાયરલ થયો હતો.જેમાં જણાવ્યું હતું કે,2015માં પિતાએ આપઘાત કર્યો હતો તે આપઘાત નહીં પરંતુ પિતા નિલેશભાઈ જોશીની હત્યા થઈ છે અને આ ડો.હેમાંગ વસાવડા અમોને 2015થી અવાર નવાર બહુ ત્રાસ આપે છે તેમજ અમારા પરિવારમાં માતા,હું અને મારા દાદીને કાઈ પણ થશે તો તેના જવાબદાર માત્ર ને માત્ર ડો.હેમાંગ વસાવડા જ રહેશે.આ વીડિયો વાયરલ થતા હવે પોલીસે વધુ તપાસ શરૂૂ કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement