For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મુઝકો યારો માફ કરના... મૈ નશે મેં હું: 100થી વધુ પીધેલા પકડાયા

11:47 AM Jan 01, 2024 IST | Sejal barot
મુઝકો યારો માફ કરના    મૈ નશે મેં હું  100થી વધુ પીધેલા પકડાયા

રાજકોટ શહેર અને જિલ્લામાં ગઈકાલે થર્ટી ફર્સ્ટના દિવસે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે કોમ્બિંગ અને ચેકીંગ હાથ ધર્યું હતું. થર્ટી ફર્સ્ટની શહેર અને જિલ્લાના લોકો શાંતિ અને ઉલ્લાસથી ઉજવણી કરી શકે તે માટે શહેર અને જિલ્લાના 2200 જેટલા પોલીસ સ્ટાફે રસ્તાઓ ઉપર ઉતારી ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી.
તેમજ રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને રૂૂરલ પોલીસના એસપી જયપાલસિંહ રાઠોડે પણ એક્શન પ્લાન તૈયાર કર્યો હતો.જે અંતર્ગત રાજકોટની ભાગોળે ફાર્મ હાઉસ, હોટેલો, પાર્ટી પ્લોટમાં થતી મહેફિલો પર ડ્રોન વડે ચાંપતી નજર રાખવામાં આવી હતી.તેમજ જાહેર માર્ગો પર નશામાં છાંકટા બની ફરતા તત્વોને ડામવા, દારૂની મહેફીલો અટકવવા રૂૂરલ પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી ગઈ હતી. રાજકોટ શહેર અને જિલ્લાની પોલીસે ચેકીંગ દરમિયાન વધુમાં વધુ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ અને પીધેલાના અંદાજીત 100થી વધુ કેસ કર્યા હતા. તેમજ લાખોના વાહનો પણ કબ્જે કરાયા હતા.
શહેરના જાહેર માર્ગો પર દારૂૂ ઢીંચીને છાકટાવેડા કારતા હર્ષ ગિરીશ માકડીયા,ભૂમિતસિંહ કિરીટસિંહ ઝાલા,શૈલેષ રઘા રાતડીયા,દિલીપ જૂજાર સોલંકી,ધવલ કિશોર નિમાવત, વિમલ વીનું ટોપિયા, કેશુ અશોક ધરજીયા,રણજિત ઉર્ફે રાણો વલ્લભ ધરજીયા, જેરામ ભાનુ ઝાપડીયા, અરવિંદ છનાં કુંભાણી, જીજ્ઞેશ દુર્લભજી, કારેલીયા,ચેતન રમેશ કુબાવત, મનીષ શશી કારેલીયા, રાજુ પ્રતાપ ચૌહાણ, બ્રિજેશ સુરેશ કિયાડા,વિપુલ રાઘવ સંગાણી, જયેશ વિઠ્ઠલ નાડોદિયા, સંજય કરશનભાઈ પરમાર, સિકંદર ઉર્ફે જોની હાસમ અજમેરી, તોહીદ ઇકબાલ જુણાજ,સલીમ યુસુફ કાદરી, રોનક નિલેસ સેજપાલ, નિરવ ચોટલીયા,દિનેશ સોલંકી, પ્રદીપસિંહ પઢીયાર, નિલેશ તાળા,અનુરાગ ઉર્ફે ઈશું ગિવિંદ કમી, નિલેસ મકવાણા, પ્રકાશ ચાવડા, પુનાભાઈ ચૌહાણ, દિનેશ પંડ્યા, દિવ્યેશ વાઘેલા, પાર્થ રાઠોડ, રવિ મકવાણા સહિત શહેર પોલીસે 51 શખ્સોને ઝડપી લીધા હતા.મોડી રાત્રે રાજકોટ શહેર પોલીસના સીપી રાજુ ભાર્ગવ, ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ,ડીસીપી ઝોન 1 સજ્જનસિંહ પરમાર, ડીસીપી ઝોન.2 સુધીરકુમાર દેસાઈ, એસીપી ક્રાઇમ ભરત બસિયા અને તમામ પોલીસ મથકના થાણા અધિકારીઓએ પણ પોતાના વિસ્તારોમાં ખાસ ચેકીંગ કર્યું હતું. તેમજ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ અને ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ વાય.બી.જાડેજા તેમજ પીઆઇ બી.ટી.ગોહિલ અને સ્ટાફે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું.રાત્રે 12 પછી થર્ટી ફર્સ્ટની રાત્રે 2023ના વર્ષને અલવિદા કરવા અને 2024ના નવા વર્ષને ઉમંગભેર આવકારવા રાજકોટ શહેરમાં અનેક ઠેકાણે ભવ્યાતિભવ્ય ડાન્સ વીથ ડિનર પાર્ટીના આયોજન થયાં હતા. જેમાં યુવક-યુવતીઓ મનભરીને ઝૂમ્યા હતા.રવિવાર અને થર્ટી ફર્સ્ટ એક જ દિવસે હોવાથી રાત્રે જાહેર માર્ગો પર ટ્રાફિક ચક્કાજામ થયો હતો. કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસે સઘન ચેકિંગ કરી અનેક યુવકોના બ્રેથ એનેલાઈઝરથી મોં તપાસી દારૂૂનું સેવન કર્યું છે કે નહીં તેની ચકાસણી કરી હતી.જેમાં પીધેલા ઝડપાયેલા યુવાનોએ લોકઅપમાં રાતવાસો કરવો પડ્યો હતો.

Advertisement

રૂરલ પોલીસે આઠ ચેકપોસ્ટ પર ચેકિંગ કર્યું,પેટ્રોલિંગ કરી 50થી વધુ પ્યાસીઓને ઝડપી લીધા

થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે રાજકોટ ગ્રામ્ય પોલીસની જિલ્લામાં 62 પોલીસ અધિકારીઓ અને 1080 તથા હોમગાર્ડ જી.આર.ડી.ના જવાનો પણ આ બંદોબસ્તમાં પોતાની રાઉન્ડ ધ કલોક વાહન ચેકીંગ અને કોમ્બિંગમાં રહ્યા હતા.એસપી જયપાલસિંહ રાઠોડની સૂચનાથી ડીવાયસીપીની રાહબરીમાં તમામ થાણા અધિકારીઓ અને એલસીબી અને એસઓજીના સ્ટાફે ચેકીંગ કરી 50થી વધુ દારૂૂની નીકળેલા શખ્સોને ઝડપી લીધા હતા.

Advertisement

નશાખોરોથી લોકઅપ થયા ‘હાઉસફુલ’: ડ્રન્ક એન્ડ ડ્રાઇવ કેસમાં લાખોના વાહનો જપ્ત કરાયા

31ની રાત્રે નવા વર્ષની ઉજવણી કરવા લોકોમાં દારૂૂ પીવાનો ટ્રેડ વધ્યો છે.ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને માટે પોલીસે ચેકીંગ હાથ ધર્યું હતું જેમાં બ્રેથ એનેલાઈઝર વડે ચેકીંગ કરી દારૂૂપી છાકટાવેડા કરતા શખ્સોને લોક અપ ભેગા કર્યા હતા. જેથી લોકઅપ હાઉસફુલ થઈ ગયા હતા. તેમજ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના કેશોમાં પણ લાખો વાહનો કબ્જે કરાયા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement