સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ક્રાઇમગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકઈ પેપર
Advertisement

અમેરિકામાં મોટેલ ચલાવતા ગુજરાતી બિઝનેસમેનની હત્યા

05:09 PM Jun 25, 2024 IST | admin
Advertisement

વિદેશમાં વધુ એક ગુજરાતીની હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. અમેરિકાના ઓકલાહોમા શહેરમાં આ ઘટના બની છે. મોટેલની માલિકી ધરાવતા મૂળ બીલીમોરાના રહેવાસીની હત્યા થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. ગ્રાહક સાથે નજીવી બાબતમાં ઝઘડો થતા હુમલો કરી દેતા મૃત્યુ થયું છે. જણાવી દઈએ કે,આ સમગ્ર ઘટના ઈઈઝટમાં કેદ થઇ હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે, અમેરિકાના ઓકલાહોમા શહેરમાં બીલીમોરાના રહેવાસી હેમંત મિસ્ત્રીની હત્યા થઇ છે. હેમંત મિસ્ત્રી મોટેલ ચલાવતા હતા. તેમને મોટેલમાં આવેલા ગ્રાહક સાથે સામાન ઉપાડવા બાબતે સામાન્ય બોલાચાલી થઇ હતી.
રિચર્ડ લેવિસ નામના વ્યક્તિએ પોતાનો સામાન ઉઠાવવાની નજીવી બાબતે મોટેલ માલિક પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં તેઓ નીચે પટકાતા બેભાન થઇ ગયા હતા અને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યા સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.

Advertisement

Tags :
businessmandeathgujaratgujarat newsindia
Advertisement
Next Article
Advertisement