For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મુંબઇ ઇન્ડિયન્સની છેલ્લી ઓવરમાં પંજાબ સામે નવ રને જીત

12:26 PM Apr 19, 2024 IST | Bhumika
મુંબઇ ઇન્ડિયન્સની છેલ્લી ઓવરમાં પંજાબ સામે નવ રને જીત
  • પંજાબની સતત ત્રીજી હાર, સૂર્યકુમાર યાદવ અને બુમરાહનું શાનદાર પ્રદર્શન

આઈપીએલ 2024 સીઝનમાં ગુરુવારે મુંબઈ ઈંડિયંસ અને પંજાબ કિંગ્સની વચ્ચે એકતરફી મેચ રમાઈ હતી. સૂર્યકુમાર યાદવ અને જસપ્રીત બુમરાહે ધમાકેદાર પ્રદર્શનના કારણે પંજાબ ટીમને પોતાના જ ઘરમાં હારનો સામનો કરવો પડ્યો હતો.હાર્દિક પંડ્યાની કપ્તાનીવાળી મુંબઈ ઈંડિયંસે ઈંડિયન પ્રીમિયર લીગ 2024 સીઝનમાં પોતાની ત્રીજી જીત નોંધાવી છે.તેણે પંજાબ કિંગ્સને તેમના જ ઘરમાં 9 રને ભૂંડી હાર આપી છે. આ પંજાબની સતત ત્રીજી હાર છે.

Advertisement

મલ્લાંપુરમાં રમાયેલી આ મેચમાં મુંબઈ ટીમે 193 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં પંજાબ કિંગ્સે 183 રન જ બનાવી શકી અને મેચ ખોઈ દીધી હતી. ટીમ તરફથી આશુતોષ શર્માએ 28 બોલ પર સૌથી વધારે 61 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે શશાંક સિંહે 25 બોલમાં 41 રન બનાવ્યા હતા.આ બંને ઉપરાંત પંજાબ ટીમનો કોઈ પણ બેટ્સમેન મુંબઈના બોલર્સનો સામનો કરી શક્યો નહોતો. મુંબઈ માટે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને ગેરાલ્ડ કોએત્ઝીએ 3-3 વિકેટ લીધી હતી.
જ્યારે આકાશ મધવાલ, હાર્દિક પંડ્યા અને શ્રેયસ ગોપાલે 1-1 વિકેટ લીધી હતી.

ટોસ હારીને પહેલા બેટીંગ કરવા ઉતરેલી મુંબઈ ઈંડિયંસે 7 વિકેટના નુકસાન પર 192 રન બનાવ્યા હતા. ટીમ માટે સૂર્યકુમાર યાદવે 34 બોલમાં ફિફ્ટી લગાવી હતી. તેમણે 53 બોલમાં કુલ 78 રન બનાવ્યા હતા. જ્યારે તિલક વર્માએ 18 બોલમાં 34 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 36 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે પંજાબ માટે હર્ષલ પટેલે 3 અને સૈમ કરને 2 વિકેટ લીધી હતી. કગિસો રબાડાને પણ એક સફળતા મળી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement