For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મુંબઇ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ આમોલનું હાર્ટએટેકથી મોત

12:25 PM Jun 11, 2024 IST | Bhumika
મુંબઇ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ આમોલનું હાર્ટએટેકથી મોત
Advertisement

અમેરિકામાં પાકિસ્તાન સામે ભારતની ખુશી ગમમાં ફેરવાઈ છે. ન્યૂયોર્કમાં મેચ જોવા ગયેલા મુંબઈ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ આમોલ કાલેનું હાર્ટ એટેકથી અવસાન થતાં ક્રિકેટ જગતમાં શોકની લહેર દોડી ગઈ હતી. આમોલ ખાસ ભારત-પાકિસ્તાનની મેચ જોવા ન્યૂયોર્ક ગયાં હતા પરંતુ આ ખુશીનો પ્રસંગ તેમના જીવનનો અંતિમ બની રહ્યો અને તેઓ દુનિયા છોડીને ચાલ્યાં ગયા.

તેઓ જ્યારે ન્યૂયોર્કના નસાઉ સ્ટેડિયમમાં બેસીને મેચ જોઈ રહ્યાં હતા બરાબર ત્યારે તેમની તબિયત ખરાબ થઈ હતી અને હોસ્પિટલમાં દાખલ કરવા પર હાર્ટ એટેક આવ્યો હોવાનું જણાયું હતું. આમોલ કાલે ગત વર્ષે જ મુંબઈ ક્રિકેટ એસોસિએશન (ખઈઅ) ના પ્રમુખ બન્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement