For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કલ્યાણપુર તાલુકાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેતા સાંસદ પૂનમબેન માડમ

11:48 AM Jul 30, 2024 IST | Bhumika
કલ્યાણપુર તાલુકાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેતા સાંસદ પૂનમબેન માડમ
Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તથા દ્વારકા તાલુકામાં અનરાધાર મેઘ વર્ષા થઈ હતી. જેના પગલે અનેક સ્થળો પર જિલ્લા વહીવટી તંત્ર અને એન.ડી.આર.એફ. દ્વારા રેસ્કયુ કરવામાં આવ્યું હતું.

હાલારના સાંસદ પૂનમબેન માડમે શનિવારે ભારે વરસાદથી અસરગ્રસ્ત કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો ભાટીયા, કેનેડી, ગણેશગઢ, પાનેલી, ટંકારીયા, દેવળીયા, લાંબા સહિતના પંથકની સ્થિતિ અંગે જાત નિરીક્ષણ કરી અધિકારીઓ પાસેથી તમામ માહિતી મેળવી હતી. સાંસદ દ્વારા સ્થાનિક આગેવાનો તથા ગ્રામજનો સાથે સંવાદ સાધી તેમના પ્રશ્નો સંભાળ્યા હતા. ભારે વરસાદની સ્થિતિ બાદ જનજીવન પૂર્વવત થાય તે માટે ત્વરિત કામગીરી કરવા જિલ્લા વહીવટી તંત્રને તાકીદ કરી હતી.

Advertisement

આ ઉપરાંત સાંસદ પૂનમબેન માડમ દ્વારા ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ સુચારુ રૂૂપે અમલીકરણ કરવા તથા અસરગ્રસ્ત વિસ્તારમાં પાણી, આરોગ્ય, સઘન સફાઈ સહિત બાબતોની તકેદારી રાખવા વહીવટી તંત્રને જરૂરી દિશા નિર્દેશ આપ્યા હતા.

અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત વેળાએ દ્વારકા પ્રાંત અધિકારી એચ.બી. ભગોરા, તાલુકા વિકાસ અધિકારી ગૌરવ પરમાર, મામલતદાર આર.એચ. સુવા, અગ્રણી સુમાતભાઈ ચાવડા, જગાભાઈ ચાવડા, નથુભાઈ ચાવડા, દેવાયતભાઈ ગોજીયા, પરબતભાઈ વરુ, પરબતભાઈ ભાદરકા, વેલાભાઈ ચોપડા, કાનજીભાઈ ડાભી, ટપુભાઈ સોનગરા, રતનશીભાઈ, વિક્રમભાઈ બેલા સહિત સ્થાનિક આગેવાનો અને જુદા જુદા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement