For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જામનગર લોકસભા સીટની રસાકસીભરી ચૂંટણીમાં સાંસદ પૂનમબેન માડમને દ્વારકા જિલ્લાની 1,07,557 મતની લીડ

11:11 AM Jun 05, 2024 IST | admin
જામનગર લોકસભા સીટની રસાકસીભરી ચૂંટણીમાં સાંસદ પૂનમબેન માડમને દ્વારકા જિલ્લાની 1 07 557 મતની લીડ
  • તમામ સાત વિધાનસભામાં ખંભાળિયા, દ્વારકા વિસ્તાર અવ્વલ -
  હાલારની દીકરી પૂનમબેન માડમને ભાજપ દ્વારા વધુ એક વખત લોકસભાના ઉમેદવાર તરીકેની ટિકિટ અપાતા તાજેતરમાં ચૂંટાઈ યોજાઈ ગયેલી ચૂંટણી બાદ ગઈકાલના પરિણામમાં નોંધપાત્ર કહી શકાય તેવા 2.38 લાખના મતોની જંગી લીડ સાથે તેમણે વિજય હાંસલ કર્યો છે. જેમાં ખંભાળિયા સહિત જિલ્લામાંથી સાંસદ પૂનમબેન માડમને 1.07 લાખ મતની જંગી લીડ પ્રાપ્ત થઈ છે.   લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ જામનગર લોકસભા વિસ્તારના વર્તમાન સંસદ પૂનમબેન માડમને પાર્ટી દ્વારા સતત ત્રીજી વખત ટિકિટ આપવામાં આવતા કોંગ્રેસ દ્વારા લાંબી ગડમથલ અને ચર્ચા-વિચારણાઓ પછી અહીં આહિરના બદલે પટેલ ઉમેદવારને ટિકિટ આપવાની પસંદગી ઉતારી હતી. કોંગ્રેસના આ દાવ વચ્ચે રૂપાલાના કથન બાદ થયેલા રાજપુત આંદોલન પછી જામનગર તથા દ્વારકા જિલ્લામાં ઠેર ઠેર રાજપૂતો દ્વારા ભાજપની સભા વચ્ચે કરવામાં આવેલા દેખાવો તેમજ વિરોધ તથા દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં જિલ્લા ભાજપ કાર્યાલયના લોકાર્પણમાં ખુરશી ઉડવાના સહિતના બનેલા બનાવો વચ્ચે ભાજપ માટે વન-વે ગણાતી જામનગર લોકસભાની આવા સીટ પર રસાકસી સર્જાઈ હતી અને એક તબક્કે સોશિયલ મીડિયા તેમજ કેટલીક યુ-ટ્યુબ ચેનલોમાં તો અહીં ભાજપની સીટ જોખમમાં હોવાના મુદ્દાઓ વહેતા થયા હતા.     ગઈકાલે જામનગરમાં યોજાઈ ગયેલી મતગણતરીમાં પુનમબેન માડમને 2,38,008 મતની નોંધપાત્ર લીડ હાંસલ કરતા સતત ત્રીજી વખત જીત હાંસલ કરી છે.
  • વિધાનસભાના વાઇઝ લીડના આંકડાઓ - જામનગર લોકસભામાં કુલ સાત વિધાનસભા મતવિસ્તાર છે. ભાજપમાં તેની લીડ જોઈએ તો કાલાવડમાંથી 10,800, જામનગર ગ્રામ્યમાંથી 10,900, જામ જોધપુરમાંથી 26,940, 71 - જામનગર શહેરમાંથી 40,800, 79 - જામનગર દક્ષિણમાંથી 44,345 ખંભાળિયા વિધાનસભા વિસ્તારમાંથી 42,874 અને દ્વારકામાંથી 60,400 મળીને કુલ લીડ 2,38,008 ની થઈ છે. જે વર્ષ 2014 અને 2019 ની ચૂંટણીની લીડ કરતા પણ વધુ છે.
  • આ લીડમાં દ્વારકા જિલ્લાનો સિંહફાળો જોવા મળી રહ્યો છે. જામનગર ઉત્તર અને દક્ષિણ, જામજોધપુર, કાલાવડ અને જામનગર ગ્રામ્ય આ પાંચ વિધાનસભા માટે કુલ 1,37,451 ની લીડ ભાજપને મળી છે. જ્યારે દ્વારકા જિલ્લામાં ખંભાળિયાના 327 બુથમાંથી 42,943 ની તેમજ દ્વારકાના 307 બુથમાંથી 60,404 ની લીડ મળી છે.
    જામજોધપુરના 18 બૂથ કે જે દ્વારકા જિલ્લામાં આવે છે, તેમાંથી પણ 4,210 મતની લીડ સાથે કુલ 1,07,557ની લીડ દ્વારકા જિલ્લાના માત્ર બે નાના વિધાનસભા વિસ્તારે ભાજપને અપાવી છે.
    પુનમબેન માડમએ નોંધપાત્ર મતોથી લીડ મેળવીને સતત ત્રીજી વખત જીતની હેટ્રિક પ્રાપ્ત કરતા પાર્ટી દ્વારા તેમને સંભવિત રીતે કેન્દ્રીય કેબિનેટ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવે તો પણ નવાઈ નહીં તેમ જાણકારોમાં ચર્ચાઈ રહ્યું છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement