સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ક્રાઇમગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકઈ પેપર
Advertisement

‘તારા કહેવાથી મને મકાન ખાલી કરાવ્યું’ કહી દંપતી ઉપર માતા-પુત્રનો હુમલો

04:33 PM May 17, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

શહેરની ભાગોળે ગોંડલ ચોકડી પાસે રિદ્ધી સિદ્ધી સોસાયટીમાં ભાડે રહેતા દંપતિ ઉપર પૂર્વ ભાડુઆતે તારા કહેવાથી મને મકાન ખાલી કરાવ્યું કહી માતા-પુત્રએ હુમલો કર્યો હતો અને પોલીસ મથકે લઇ ગયા બાદ આરોપીએ પોલીસની હાજરીમાં મહિલાને ઢીકા મારી ગાડીનું લાયસન્સ આવવા દે, તને જાહેરમાં મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ હુમલામાં ઘવાયેલા દંપતિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ ગોંડલ રોડ પર સિદ્ધી રિદ્ધી સોસાયટી શેરી નં.2માં ભાડાના મકાનમાં રહેતા રાજેશભાઇ ભગવાનજીભાઇ ગોહેલ (ઉ.વ.33) અને તેના પત્ની કાજલબેન (ઉ.વ.30) આજે સવારે પોતાના ઘરે હતા ત્યારે પાડોશમાં રહેતા મુક્તાબેન ધીરૂભાઇ અને તેના પુત્ર પિયુષે લાક્ડાના ધોકા અને ઢીકાપાટુનો માર મારતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પ્રાથમિક તપાસમાં ઇજાગ્રસ્ત દંપતીએ જાણાવ્યા મુજબ આરોપીઓ અગાઉ તે મકાનમાં રહેતા હોય અને તેને મકાન માલીકે મકાન ખાલી કરાવ્યુ હોય જેથી તેઓએ આવી તમારા કહેવાથી મને મકાન ખાલી કરાવ્યું તેમ કહી મારમાર્યો હતો અને બદામાં ઘરની બહાર નીકળવા ન દેતા તેમણે પોલીસે કંટ્રોલમાં જાણ કરાતાં પીસીઆર વાને આવતા બંન્ને પક્ષને આજીડેમ પોલીસ મથકે લઇ જવાયા હતા. જ્યાં પોલીસ સ્ટેશનની અંદર જ આરોપીઓએ કાજલબેનને ઢીકા મારી ‘મારી ગાડીનું લાયસન્સ આવવા દે, તને જાહેરમાં મારી નાખીશ’ તેવી ધમકી આપી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement