For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉપલેટામાં ગેસ લીકેજથી આગ લાગતા માતા-પુત્ર દાઝ્યા : ગંભીર

01:07 PM Mar 20, 2024 IST | Bhumika
ઉપલેટામાં ગેસ લીકેજથી આગ લાગતા માતા પુત્ર દાઝ્યા   ગંભીર
  • કુકાવાવના કોલડામાં યુવાને ઝેરી પાઉડર પી લેતા તબિયત લથડી

ઉપલેટામાં આવેલી સ્વામિનારાયણ સોસાયટીમાં ગેસ સિલિન્ડર લીકેજ થતા માતા પુત્ર ગંભીર રીતે દાઝી ગયા હતા. માતા પુત્રને બેશુદ્ધ હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ઉપલેટામાં આવેલી સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા રેખાબેન દામજીભાઈ વાછાણી (ઉ.વ.55) અને તેમનો પુત્ર વિરલકુમાર દામજીભાઈ વાછાણી (ઉ.વ.30) બપોરના બેએક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે નવા ગેસ સિલિન્ડરનું રેગ્યુલેટર લગાડતી વખતે ગેસના ચૂલામાં જાળ ભભૂકતા માતા-પુત્ર દાઝી ગયા હતા ગંભીર રીતે દાઝી ગયેલા માતા-પુત્રને તાત્કાલિક સારવાર માટે ઉપલેટા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં કુકાવાવના કોલડા ગામે રહેતા સાહિલ મનસુખભાઈ મકવાણા નામનો 21 વર્ષનો યુવાન પોતાના ગામમાં આવેલા બસ સ્ટેશનમાં હતો ત્યારે રાત્રીના દસેક વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણસર ઝેરી પાવડર પી લીધો હતો. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement